Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

શ્રી મહારાણા પ્રતાપસિંહજીની ગુરુવારે જન્‍મજયંતિઃ મહાઆરતી-પુષ્‍પાંજલી-ભવ્‍ય શૌર્યયાત્રા નીકળશે

રાજપૂત સમાજના આગેવાનો સાફામાં સજ્જ યાત્રામાં જોડાશેઃસોરઠીયાવાડી સર્કલં ખાતેથી પ્રારંભ, પંચનાથ મંદિરે સમાપનઃ રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજન

રાજકોટઃ હિંદવા સુરજ રાજપુત કુળભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહ જન્‍મ જયંતિ તા. ૨ જૂન ને ગુરૂવારના શુભ દિવસે ૪૮૨મી જન્‍મ જયંતિ છે. રાજસ્‍થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા શ્રી જયવંતાબાઇની કુખે જન્‍મેલા ત્‍યાગ, બલીદાન, શૌર્ય સમર્પણની મુરત રૂપ શ્રી મહરાણા પ્રતાપસિંહજીના જન્‍મ જૈઠ સુદ-૩ વિક્રમ સંવત ૧૫૯૭ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભુમી અને ક્ષાત્રધર્મ માટે ન્‍યોછાવર કરનાર મહાન હિંદવા સુરજ રાજપૂત કુળભૂષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીને કોટી કોટી વંદન. શ્રી મહારાણા પ્રતાપસિંહજીના જીવન માંથી આજના યુવાનોએ અનેક પ્રેરણા લેવા જેવું તેમનું જીવન હતું ખૂબ જ મુશ્‍કેલી અને કઠોર સમયમાંથી પસાર થયેલ છે. એમણે અનેક ધર્મ યુધ્‍ધો લડીયા અને જીતેલા છે. તેમાંથી બે મોટા યુધ્‍ધોમાં અકબરની મુગલ સેના સામેના યુધ્‍ધમાં દિવેરનું યુધ્‍ધ અને હલ્‍દીઘાટીનું યુધ્‍ધ જગ પ્રસિદ્ધ છે. હલ્‍દીઘાટીનું યુધ્‍ધ અકબરની ૮૦,૦૦૦ સેના સામે આશરે મેવાડી સેના ૨૦,૦૦૦ સૈનીકો તથા સરદારોએ ભાગ લીધો હતો અને અકબરની સેનાને હરાવી હતી.

આ મહા યુધ્‍ધમાં મુખ્‍ય સેના નાયકો શ્રી ભીમસિંહજી ડોડીયા, શ્રી ઝાલા માનસિંહજી, શ્રી રાવ મામરખસિંહજી પરમાર, શ્રી રામશાહ તંવર, શ્રી કુંવર શાઁલીવાહન તોમર, શ્રી માનસિંહજી બિદા, શ્રી ક્રિષ્‍ણદાસજી ચુંડાવત, શ્રી હકીમ ખાન સુરી, શ્રી ચંદ્રેસેન રાઠોડ, શ્રી રામદાસજી રાઠોડ, શ્રી હરદાસજી ચૌહાણ, શ્રી ગોવિંદડોડીયા, શ્રી હમીરસિંહજી ડોડીયા, શ્રી ડુૅગરસિંહજી   પરમાર, શ્રી વિરમદેવજી પરમાર, શ્રી શેઠ ભામાશાહ, શ્રી રાણાપુંજા સોલંકી(ભીલ સરદાર), શ્રી શકિતસિંહજી સિસોદીયા, શ્રી કેશવજી બારહઠ (ચારણ), શ્રી જયશા બારહઠ (ચારણ) , શ્રી માળી બ્રાહ્મણ, શ્રી મહેતા રત્‍નચંદ ખેમાવત, પુરોહિત શ્રી ગોપીનાથ, શ્રી મહેતા જયમલ બચ્‍છાવત, શ્રી પુરોહિત જગન્નાથ,  શ્રી મેનારીયા બ્રાહ્મણ કલ્‍યાણજી તથા અનેક યુધ્‍ધ વિરોએ પોતાના બલીદાન  આપીને ધર્મ તથા માતૃભુમીનું રૂણ ચુકવ્‍યુહ તુ. શ્રી મહારાણા પ્રતાપના સ્‍વામી પ્રેમી અશ્વ ચેતકનું બલીદાન પણ અવિસ્‍મરણીય છે. મહારાણા પ્રતાપના જીવનમાં એમના પરિવારજનો તથા એમના ધર્મપત્‍ની શ્રી અજબદે પવારનો ત્‍યાંગ સમર્પણ પ્રેરણાદાયી છે. આ હલ્‍દીઘાટીની યુધ્‍ધ ભુમીમાં હલ્‍દીઘાટીની માટીમાંથી એક વિશાળ જગ્‍યાએ લોહીનું તળાવ રકત તલાઇ બની ગયુ હતુ તે જગ્‍યા હાલમાં મોજુદ છે. યુધ્‍ધના વર્ષો બાદ પણ તે યુેધ્‍ધ ભુમી હલ્‍દીઘાટીની માટીમાંથી હાલ પણ હથીયારો , તલવારો વગેરે મળી આવે છે.

 આ હિંદના શુરવિર યોધ્‍ધા સિસોદીયા કુળ દિપક શ્રી મહારાણા પ્રતાપસિંહજીની ૪૮૨મી જયંતિ નિમિત્તે તારીખ ૨-૬ના ગુરુવારના રોજ સવારે ૮ કલાકે. સોરઠીયાવાડી ચોક, શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે ભવ્‍ય જન્‍મ જયંતિ અંતર્ગત મહાઆરતી, પુષ્‍ૅપાંજલી અને ભવ્‍ય શૌર્યયાત્રાનું ભવ્‍ય આયોજન શ્રી રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્‍યુ છે, આ કાર્યક્રમ તથા શૌર્યયાત્રાના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી સહદેવસિંહ ડોડીયા રહેશે. આ જન્‍મ જયંતિના પવિત્ર કાર્યક્રમમાં સર્વે હિન્‍દુ સમાજ તથા ક્ષત્રિય રાજપૂત સમાજને આમંત્રણ અપાયુ છે.

શૌર્યયાત્રાઃ પ્રસ્‍થાન સવારે ૧૦.૩૦ વાગે શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા (સોરઠીયાવાળી ચોક)- કેવડાવાડી મેઇન રોડ - કેનાલ રોડ, જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઇન રોડ-  શ્રી રામનાથપરા ્‌ક્ષત્રિય કારડીયા રાજપૂતવાડી ચોક - ગરૂડ ચોક - કોઠારીયા નાકા - પેલેસ રોડ- ભુપેન્‍દ્ર રોડ- ઢેબર ચોક- ત્રિકોણ બાગ- લિબડા ચોક- શ્રી પંચનાથ મહાદેવ મંદિરે શૌર્યયાત્રા પુર્ણ થશે.

સ્‍થળઃ શ્રી મહારાણા પ્રતાપસિૅહજીની પ્રતિમા, સોરઠીયા વાડી સર્કલ બગીચો, રાજકોટ તા.૨-૬ સમયઃ સવારે ૮ કલાકે

તસ્‍વીરમાં શ્રી રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેનાના સર્વશ્રી ચૅદુભા પરમાર, હિતુભા ડોડીયા, યુવરાજસિંહ રાજપૂત, ભાવસિંહ ઓરા, નિલેશસિંહ ડાભી, અનિલસિંંૅહ પરમાર, કાનાજી ચૌહાણ, સહદેવસિંહ ડોડીયા, સહદેવહિં હેરમા, યુવરાજસિંહ ભાટી, રાકેશસિંહ રાઠોડ, કૌશલસિંૅહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા અને ચંદ્રસિંહ ડોડીયા

નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(4:47 pm IST)