Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મિલ્‍કત વેરામાં વળતર યોજનાની મુદ્દત વધારોઃ ભાનુબેન

વિપક્ષી નેતાની મેયર-કમિશ્નર-સ્‍ટે.ચેરમેન સમક્ષ માંગ : લોકો અને મનપાની તિજોરીને લાભઃ થશે

રાજકોટ તા. ૩૦ : મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ એડવાન્‍સ મિલકત વેરો ભરપાઇ કરનાર કરદાતાઓને વેરા વળતર યોજનામાં ૧૦ ટકા અને ૧પ ટકા નો લાભ આપવામાં આવે છે જેની મુદત વધારો કરવા માટે ભાનુબેન સોરાણીએ મહાનગરપાલિકાના મેયર, સ્‍થાયી સમિતિના ચેરમેન, અને મ્‍યુનિસિપલ કમિશ્નરને રજુઆતો કરેલ છે જે રજૂઆતમાં જણાવ્‍યું છે કે મહાનગરપાલિકા દ્વારા એડવાન્‍સ મિલકત વેરો ભરવાની છેલ્લી તા.૩૧ છે.જેમાં એડવાન્‍સ વેરો ભરનાર કરદાતાઓને ૧૦ ટકા અને ૧પ ટકા વળતર યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.જે યોજનાની મુદત વિશેષ પંદર દિવસ વધારવા લોકો અને મહાનગરપાલિકાની તિજોરીના હિતમાં માંગ કરીએ છીએ કારણ કે નોકરીયાત વર્ગ અને મધ્‍યવર્ગીય લોકોનો પગાર ૧ થી ૧૦ તારીખમાં થતો હોય છે જે કારણે લોકોની માંગ હોય જેથી ૧૦ ટકા અને ૧પ ટકા વેરા વળતર યોજનાની મુદત વિશેષ ૧પ દિવસ વધારવા માટે માંગ કરી છે.

(4:38 pm IST)