Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ચોમાસા પહેલા આજી નદી ચોખ્‍ખી ચણાક બનાવોઃ ગોવિંદભાઇ પટેલ

મેયર-કમિશ્‍નર-સ્‍ટે. ચેરમેન સાથેની મીટીંગમાં ધારાસભ્‍યની ચર્ચાઃ તાત્‍કાલીક સફાઇ માટે તંત્રવાહકોની ખાત્રી

રાજકોટ તા. ૩૦: શહેરની લોકમાતા આજી નદીના કાંઠે હાલ રિવર ફ્રન્‍ટનું કાર્ય ચાલી રહ્યું છે, ત્‍યારે રાજકોટ-૭૦ના ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલે મનતા તંત્ર સમક્ષ નદીની ચોમાસા પહેલા સફાઇ કરવા મનપા તંત્ર સમક્ષ નદીની ચોમાસા પહેલા સફાઇ કરવા માટે મીટીંગ કરી હતી. જેમાં બપોરે યોજાયેલ મીટીંગમાં ગોવિંદભાઇએ રિવર ફ્રન્‍ટના ચાલી રહેલ કામ સાથે આજી નદીમાંથી રબીસ કાઢવા મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ તથા મ્‍યુ. કમિશ્‍નર અમીત અરોરા સાથે ચર્ચા કરી હતી.

ગોવિંદભાઇએ જણાવેલ કે, ચોમાસાની શરૂઆતને થોડા જ દિવસો બાકી છે. ત્‍યારે નદી કાંઠાના ખાસ કરીને જંગલેશ્‍વર, ભગવાનીપરા સહિતના વિસ્‍તારોમાં ચોમાસા દરમિયાન પાણી સાથે નદીના કચરાનો પણ ત્રાસ થાય છે. માટે ચોમાસા પહેલા નદીમાંથી રબીસ દુર કરવામાં આવે તો નીચાણવાળા વિસ્‍તારોમાં રાહત થવાની શકયતા છે. સાથે કચરો દુર થવાથી નદીની સપાટી પણ ચોખ્‍ખી થશે.આ અંગે તાકીદે આજી નદી યુધ્‍ધના ધોરણે સફાઇ કરવા પદાધિકારીઓ અને અધિકારીઓએ ધારાસભ્‍યને ખાત્રી આપી છે.

(4:37 pm IST)