Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કાલે પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ ખાતે ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે : વડાપ્રધાનની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ

૧૩ જેટલી યોજનાઓ : ૧ હજારથી વધુ લાભાર્થી : કલેકટરે આ માટે સમીક્ષા બેઠક યોજી

રાજકોટ તા. ૩૦ : ‘આઝાદીના અમૃત મહોત્‍સવ'ના ભાગરૂપે આવતી કાલે તા. ૩૧ મે ના રોજ યોજાનારા ગરીબ કલ્‍યાણ મેળામાં પ્રધાનમંત્રીના વર્ચ્‍યુઅલ સંવાદ કાર્યક્રમ સાથે રાજકોટ જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે.જેમા પ્રધાનમંત્રી આવાસ, પ્રધાન મંત્રી કિશાન સન્‍માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્‍વનિધિ યોજના, વન નેશન વન રેશન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના, આયુષ્‍માન ભારત, પી.એમ. જન આરોગ્‍ય યોજના, આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેશ સેન્‍ટર તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વિગેરે ૧૩ જેટલી યોજનાઓના અંદાજીત ૧૦૦૦ થી વધુ લાભાર્થીઓ ઉપસ્‍થિત રહેશે. જેમાંથી સબંધીત વિભાગવાર ૨૫ લાભાર્થીઓને સ્‍થળ પર લાભ આપવામાં આવશે. આ સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ તમામ સંબંધીત ખાતાઓ સાથે બપોરે ૧૨ાાથી સમીક્ષા બેઠક યોજી હતી અને રિવ્‍યુ લીધો હતો.

(4:35 pm IST)