Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રાજકોટ શહેર-જીલ્લાના પ૪ બાળકોના ખાતામાં ૧૦ લાખ જમા કરતા વડાપ્રધાન

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પ૪ બાળકો અને ગાર્ડીયન સાથે કલેકટર કચેરી ખાતે લાભોનું વિતરણ કરાયું :નરેન્‍દ્રભાઇનું તથા સ્‍મૃતિબેન ઇરાનીનું વર્ચ્‍યુઅલ સંબોધન : સાંસદ-ધારાસભ્‍યો-કલેકટરની ઉપસ્‍થિતિ : તમામ બાળકોને ઠાકરમાં ભોજન કરાવ્‍યું

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પ૪ બાળકો અને ગાર્ડીયનનોને આજે કલેકટર કચેરી ખાતે નરેન્‍દ્રભાઇ તથા સ્‍મૃતિ ઇરાનીએ વર્ચ્‍યુઅલ સંબોધન કર્યુ હતું તથા તેમના ખાતામાં ૧૦ લાખ જમા કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ઉપરોકત તસ્‍વીરોમાં વર્ચ્‍યુઅલી સંબોધન કરતા નરેન્‍દ્રભાઇ, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍યો કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઇ પટેલ તથા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા તથા લાભાર્થી બાળકો દર્શાય છે. જયારે નીચેની તસ્‍વીરમાં ચર્ચા કરતા કલેકટર અરૂણ મહેશબાબુ તથા અંતિમ તસ્‍વીરમાં બાળકોને ભેટ આપતા મહાનુભાવો દર્શાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૯.૧૪)

રાજકોટ તા.૩૦:મહિલા અને બાળવિકાસ મંત્રાલય તથા સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા કોવીડ સંક્રમણ-૧૯ દરમ્‍યાન જે બાળકોએ માતા તથા પિતા બંન્ને ગુમાવેલ છે તેવા પરીવારના બાળકોને સમાજના મુખ્‍ય પ્રવાહમાં જોડીને તેઓ ઉત્તમ નાગરીક બની શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગવી સુઝથી આ બાળકો માટે ૅપી. એમ. કેર્સ ફોર ચિલ્‍ડ્રન સ્‍કીમ ૅ અમલમાં મુકવામાં આવી હતી જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ હસ્‍તે વર્ચ્‍યુઅલી પી. એમ. કેર્સ ફોર ચિલ્‍ડ્રન સ્‍કીમ હેઠળ સમાવેશ થયેલા બાળકોને લાભો તથા સર્વિસીસ રીલીઝ કરવામાં આવ્‍યા હતા. જે અન્‍વયે કલેકટર કચેરી ખાતે  જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ તરફથી કાર્યક્રમ યોજાયો હતો.      

જેમાં બાળકોને ૧૮ વર્ષની ઉંમર થાય ત્‍યાં સુધી કેન્‍દ્ર સરકાર દ્વારા  માસિક રૂ.૨૦૦૦ સહાય તથા ગુજરાત સરકાર દ્વારા ૨૧ વર્ષ સુધી માસિક રૂ.૪૦૦૦  ચુકવવામાં આવી રહી છે તેમજ ૨૩ વર્ષે રૂ.૧૦ લાખની સહાય ચૂકવવામાં આવશે. આ બાળકોને આયુષ્‍યમાન ભારત યોજના અન્‍વયે આરોગ્‍ય વિમો પણ અપાશે. એક્‍સ ગ્રેસીયા સહાય અન્‍વયે રૂ.૫૦ હજાર ચૂકવવામાં આવ્‍યા છે.

રાજકોટ શહેર-જીલ્લાના કુલ પ૪ બાળકો-ગાર્ડીયનને કલેકટર કચેરી ખાતે બોલાવી બાળકો સાથે નરેન્‍દ્રભાઇએ સંવાદ કર્યા હતો, વચ્‍યુઅલ ઉદ્‌્‌બોઘન કર્યુ હતું, બાળકોને કલેકટર તંત્ર તરફથી સ્‍કુલ બેગ ભેટ અપાઇ હતી. અને તમામ બાળકોને અને તેમના સ્‍વજનોને ઠાકર ખાતે ભોજન કરવાયું હતું.

આ તકે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય બાળ વિકાસ મંત્રીશ્રી સ્‍મળતિ ઇરાનીએ વર્ચ્‍યુઅલ સંબોધન કર્યું હતું.

આ તકે સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદ ભાઇ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ,નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર દ્વારા  રાજકોટ જિલ્લાના ૫૪ બાળકોને લાભો એનાયત કરાયા હતા.

કાર્યક્રમનું સંચાલન જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્‍સુ વ્‍યાસે કર્યું હતું.

આ તકે મહિલા અને બાળ કલ્‍યાણ અધિકાર શ્રી જનકસિંહ ગોહિલ, આયોજન અધિકારીશ્રી ટોપરાણી, પૂર્વ મેયરશ્રી રક્ષાબેન ટોળીયા, અરુણભાઈ નિર્મલ સહિતના પદાધિકારી - અધિકારીઓ ઉપિ

સ્‍થત રહ્યા હતા.

(4:34 pm IST)