Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથા સંદર્ભે ‘ભવ્‍યાતિભવ્‍ય' શબ્‍દ પણ ટૂંકો પડયો : ‘ન ભૂતો ન ભવિષ્‍યતી' - અલૌકિકતા - દિવ્‍યતા - પવિત્રતા સાથે ઐતિહાસિક પૂર્ણાહુતિ : જન સૈલાબ ઉમટયો

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, સૂચન, અભિપ્રાય, સહયોગ હેઠળ છેલ્લા બે દિવસો દરમિયાન શ્રી રામભક્‍તોએ શ્રી રામનામનું રટણ અને કથા શ્રવણ કરવાના તમામ રેકર્ડસ તોડી નાખ્‍યા : શિસ્‍તબધ્‍ધતા અને આસ્‍થા સાથે ‘શ્રી રામ જય રામ જય જય રામ'ના નાદ સાથે માત્ર છેલ્લા ત્રણ દિવસોમાં પાંત્રીસ હજાર ભાવિકોએ પ્રસાદ લીધો - સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ સંગઠન અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સુપ્રસિધ્‍ધ કલાકાર કિર્તીદાન ગઢવી, ક્રિકેટર જયદેવ ઉનડકટ, સ્‍વામી પરમાત્‍માનંદજી, પૂ. માઁ કનકેશ્વરીદેવીજી, કુલપતિ ગીરીશભાઇ ભીમાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, લોહાણા મહાપરીષદના પ્રમુખ સતીષભાઇ વિઠ્ઠલાણી, વિવિધ શહેરોના મહાજન અગ્રણીઓ, અગ્રણી વકીલો સહિતના તમામ મહાનુભાવોએ શ્રી રામકથાનું રસપાન કર્યું - મુસ્‍લિમ સમાજે શ્રી રામ કથાનું શ્રવણ કરીને વ્‍યાસપીઠ ઉપરથી ‘શ્રી રામ - રહીમ' મંત્ર - શ્‍લોક બોલીને કોમી એકતાનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ પુરૂં પાડયું.- પ્રસાદ લીધા બાદ ચિક્કાર મેદની વચ્‍ચે દરરોજ રાત્રે યોજાતા સાંસ્‍કૃતિક કાર્યક્રમોએ જમાવટ કરી દીધી.- રાજકોટના લોહાણા સમાજ સહિત તમામ સમાજો માટે જ્ઞાતિ એકતા - સમાજ એકતા માટે શ્રી રામકથાએ બુસ્‍ટર ડોઝ આપ્‍યો : સતત નવ દિવસો સુધી આખું રાજકોટ ‘શ્રી રામમય' બની ગયું : જાણે આખી અયોધ્‍યા નગરી રાજકોટ ઉતરી આવી હોય તેવો માહોલ સર્જાયો- લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમનું અદ્‌ભૂત - કાબિલેદાદ આયોજન

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ઐતિહાસિક શ્રી રામ કથાના સમાપન પ્રસંગે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ શ્રી ડો. નિંશાતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમે ‘‘અકિલા''ના મોભી અને જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કીરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ મેળવ્‍યા હતા અને શ્રી રામ કથાની સફળતા બદલ ઋણ સ્‍વીકાર કર્યાનું તસ્‍વીરમાં નજરે પડે છે. મુસ્‍લિમ સમાજના અગ્રણીઓ, પરમાત્‍માનંદજી, સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ક્રિકેટર શ્રી જયદેવ ઉનડકટ અને તેમના ધર્મપત્‍ની, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, સુપ્રસિધ્‍ધ કલાકાર કીર્તીદાન ગઢવી, જૂનાગઢ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મહેન્‍દ્રભાઇ મશરૂ, પુસ્‍કરભાઇ પટેલ વાંકાનેરના સ્‍ટેટ શ્રી કેસરીસિંહ, લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠ્ઠલાણી, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટસ ડો. પરાગભાઇ દેવાણી, ફોરમ દેવાણી, રાજકોટ બાર એસોસિએશનના સિનિયર એડવોકેટસ સર્વશ્રી મહર્ષિભાઈ પંડયા, હેમેનભાઈ ઉદાણી, લલિતસિંહ શાહી, અનિલભાઈ દેસાઈ, જયુભાઈ શુકલ , પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ, સી. એમ. દક્ષિણી, કેતનભાઈ શાહ, વિકાસભાઈ શેઠ, મનોજભાઈ તંતી, પથીકભાઈ દફતરી, ભાવિનભાઈ દફતરી, નિલેશભાઈ વેકરીયા, સુરેશભાઈ ફળદુ,  દિનેશભાઈ રાવલ, હિતેશભાઈ ગોહેલ, આસિતભાઈ સેજપાલ વિગેરેએ હાજર રહી કથા શ્રવણનો લાભ લીધેલ.  રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી અને સિનિયર એડવોકેટ શ્‍યામલભાઈ સોનપાલ, મનીષભાઈ ખખ્‍ખર સાથે રાજકોટ બાર એસોસયેશનના સિનિયર વકીલો હાજર રહ્યા હતા. લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીએ અકિલાના મોભી શ્રી કીરીટભાઇ ગણાત્રાની શુભેચ્‍છા મુલાકાત લઇ જ્ઞાતિ ઉત્‍કર્ષ વિશે પણ  ચર્ચા કરી હતી. હજારો લોકો પ્રસાદ લેતા અને કથા મંડપમાં કથા શ્રવણ કરતા ભાવિકો તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : મુન્‍ના માણેક, ક્રીએટીવ આઇ)   (૨૫.૧૮)

 રાજકોટ તા. ૩૦ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ૨૧ મે થી ૨૯ મે, ૨૦૨૨ દરમિયાન શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કૂલ મેદાન, રાજકોટ ખાતે યોજાયેલ દિવ્‍ય - ભવ્‍ય - અલૌકીક શ્રી રામ કથાની સફળતા માટે ‘ભવ્‍યાતિભવ્‍ય' શબ્‍દ પણ ટૂંકો પડયો છે. ‘ન ભૂતો ન ભવિષ્‍યતી' સૂત્ર સાથે અને શ્રી રામભક્‍તોના ‘જન સૈલાબ' સાથે ગઇકાલે શ્રી રામકથાની ઐતિહાસિક પૂર્ણાહુતિ થઇ હતી. લોકોમાં અને ભાવિકોમાં શ્રધ્‍ધા - આસ્‍થા - પવિત્રતાના ઘોડાપુર ઉમટયા હતા. માત્ર છેલ્લા બે દિવસો દરમિયાન ભાવિકોએ શ્રી રામ નામનું રટણ કરવાના અને કથા શ્રવણ કરવાના તમામ રેકર્ડસ તોડી નાખ્‍યા હતા.

શિસ્‍તબધ્‍ધતા અને આસ્‍થા સાથે ‘શ્રી રામ જય જય રામ'ના નાદ સાથે શ્રી રામ કથાના રસપાન બાદ માત્ર છેલ્લા ત્રણ દિવસોમાં જ અંદાજે પાંત્રીસ હજાર ભાવિકોએ હરીહર (પ્રસાદ) કર્યું હતું. દરરોજ રાત્રે પ્રસાદ લીધા બાદ ચિક્કાર મેદની વચ્‍ચે યોજાયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમોએ પણ જમાવટ કરી દીધી હતી. રામધૂન - ગરબા - ભજન - વકતવ્‍ય - હાસ્‍યરસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પરમ દિવસે રાત્રે પ્રસિધ્‍ધ કલાકાર મિલિન્‍દ ગઢવીના વ્‍યાખ્‍યાને પણ આકર્ષણ જગાવ્‍યું હતું. શ્રી રામકથાનું શ્રવણ કરીને સુપ્રસિધ્‍ધ કલાકાર શ્રી કિર્તીદાન ગઢવીએ પણ હજ્‍જારો ભાવિકોને રીતસર ડોલાવી દીધા હતા.

રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ભાજપ પ્રદેશ સંગઠન અગ્રણીશ્રી  ઝવેરભાઇ ઠકરાર, કિર્તીદાન ગઢવી, સૌરાષ્‍ટ્રના ગૌરવ સમા આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટરશ્રી જયદેવ ઉનડકટ, મુંજકા આશ્રમના સ્‍વામી શ્રી પરમાત્‍માનંદજી, અનંતશ્રી વિભૂષિત ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરીદેવીજી (પ્રથમસ્ત્રી મંડલેશ્વર - ખોખરા હનુમાનજી, બેલા, મોરબી), સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ગીરીશભાઇ ભીમાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, લોહાણા મહાપરીષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠ્ઠલાણી, નિતીનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, અમરેલી, વેરાવળ, સલાયા, જૂનાગઢ સહિતના વિવિધ લોહાણા મહાજન હોદ્દેદારો, રાજકોટ બાર એસોસીએશનના સિનીયર એડવોકેટસ વિગેરે અને તમામ ક્ષેત્રોના મહાનુભાવોએ શ્રી રામ કથાનું રસપાન કર્યું હતું.

રાજકોટના મુસ્‍લિમ સમાજના હોદ્દેદારો - અગ્રણીઓએ પણ વ્‍યાસપીઠ ઉપરથી શ્રી રામ કથાના મુખ્‍યવકતા પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશીર્વાદ લઇને ‘શ્રી રામ - રહીમ'ના નામ સાથે વ્‍યાસપીઠ ઉપરથી મંત્ર - શ્‍લોક બોલીને કોમી એકતાનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ પુરૂં પાડયું હતું. હબીબભાઇ સહિતના મુસ્‍લિમ અગ્રણીઓ જોડાયા હતા. માઁ કનકેશ્વરીદેવીજીએ પણ બૌધ્‍ધિક અને સમાજોપયોગી વકતવ્‍ય આપીને શ્રી રામનામનું મહત્‍વ સમજાવ્‍યું હતું.

રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ શ્રી રામકથામાં લોહાણા સમાજ સહિત તમામ સમાજોની જ્ઞાતિ એકતાના અદ્‌ભૂત દર્શન થયા હતા. સતત નવ દિવસ સુધી આખું રાજકોટ શ્રી રામમય બની ગયું હતું. જ્ઞાતિ - એકતા - સંગઠન માટે જાણે શ્રી રામકથાએ સમાજમાં ‘બુસ્‍ટર ડોઝ' આપ દીધો હોય તેવો માહોલ સર્જાયો છે. આવો હકારાત્‍મક માહોલ અવિરત ચાલુ જ રહેશે. જેમાં બેમત નથી. શ્રી રામકથાના નવ દિવસો સુધી તો જાણે આખી અયોધ્‍યાનગરી રાજકોટ ઉતરી આવી હોય તેવો અદ્‌ભૂત અહેસાસ સમાજના લોકોએ કર્યો હતો.

શ્રી રામકથાના સચોટ અને સુચારૂ આયોજન માટે જરૂરી લાગતી તમામ નાની - મોટી બાબતો સંદર્ભે રાજકોટ લોહાણા મહાજનના હોદ્દેદારો - ટ્રસ્‍ટીઓએ અકિલા પરિવારના મોભી, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાનું સતત ઉપયોગી માર્ગદર્શન, અભિપ્રાય, સૂચન, સહયોગ મેળવ્‍યો હતો અને અત્‍યંત પવિત્ર વાતાવરણમાં ઐતિહાસિક શ્રી રામકથાની પૂર્ણાહુતિ થઇ હતી. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમનું અદ્‌ભૂત - કાબિલેદાદ મેનેજમેન્‍ટ રહ્યું હતું.

રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ ઐતિહાસિક, પવિત્ર, અલૌકિક શ્રી રામકથા સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના  પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા-પૂજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર,  મનિષભાઇ ખખ્‍ખર,  તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા,  દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા - અગ્રણીઓ - જ્ઞાતિજનો હિતેનભાઇ પારેખ દક્ષિણી, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિશીત પોબારૂ, ચંદુભાઇ રાયચુરા, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો, વાણીયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ અને યુવક મંડળના સભ્‍યો, અગ્રણીશ્રી બિપીનભાઇ કેસરીયા તથા દાણાપીઠ - માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન કેટરીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રી રામકથા  સંદર્ભે  રચાયેલ વિવિધ કમિટીઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. (૨૧.૪૫)

 

અકિલા પરિવારના લલિતભાઇ સવજીયાણી, ભારતીબેન લલિતભાઇ સવજીયાણી (જામજોધપુર), દિપકભાઇ નાગ્રેચા, ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા (વસઇ - મુંબઇ), કિરણબેન નિમીષભાઇ ગણાત્રા, ક્રિષ્‍નાબેન વૈભવભાઇ સવજીયાણી સહિતનાપરિવારજનોએ હાજરી આપી શ્રી રામકથાનું રસપાન કર્યું હતું.

 

(4:32 pm IST)