Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

શહેરમાં પાણીજન્‍ય રોગચાળાના ૩૮૦થી વધુ કેસ

છેલ્લા સપ્તાહમાં શરદી-ઉધરસના ૧૯૯, સામાન્‍ય તાવના ૮૧, ઝાડા-ઉલ્‍ટીના ૧૦૧ કેસ તથા મેલેરીયા, ચીકન ગુનીયા, મેલેરીયાના શુન્‍ય દર્દી તંત્રના ચોપડે નોંધાયા

રાજકોટ તા. ૩૦ : શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૮૦ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના એકેય કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ ર૩ થી ર૯ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના  ૦ કેસ

અઠવાડિયામાં મેલેરિયા, ડેન્‍ગ્‍યુલ તથા  ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી.

શરદી-તાવનાં ૩૮૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૯૯ તેમજ સામાન્‍ય તાવના  ૮૧ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૧૦૧ સહિત કુલ ૩૮૦ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૪૧૩ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૮,ર૯૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧પ૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૧૩ લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

(4:29 pm IST)