Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મકાન, ફલેટ અને જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત ર૦ શખ્‍સો પકડાયા

યુનિવર્સિટી પોલીસે એપાર્ટમેન્‍ટમાંથી ૭ મહિલાઓ, બી ડીવીઝન પોલીસે ભગવતીપરામાં મકાનમાંથી ૬ અને ભકિતનગર પોલીસે દોસ્‍તી ચોકમાંથી ૭ને દબોચ્‍યા

રાજકોટ તા. ૩૦: દોઢસો ફૂટ રોડ પર સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ  પાછળ ભરતવન સોસાયટીના એપાર્ટમેન્‍ટમાં મહિલા સંચાલીત જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી સાત મહિલાઓને તથા ભકિતનગર પોલીસે દેવપરા દોસ્‍તી ચોકમાંથી સાત શખ્‍સોને તથા ભગવતીપરા ધરમનગરના મકાનમાંથી બી ડીવીઝન પોલીસે છ શખ્‍સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર સ્‍ટર્લીંગ હોસ્‍પિટલની પાછળ ભરતવન સોસાયટીમાં આવેલા મિતાંશુ એપાર્ટમેન્‍ટમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતું હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. યુવરાજસિંહ ઝાલા, કોન્‍સ. બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા ભરતવન સોસાયટીમાં આવેલા મિતાંશુ એપાર્ટમેન્‍ટમાં દરોડો પાડી ફલેટ નં. ર૦ર માં તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક લક્ષ્મીબેન નીતીનભાઇ દવે, સંતોષપાર્ક મેઇન રોડ આનંદ પેલેસ  ફલેટ નં. પ૦૪ના વર્ષાબેન પ્રવિણભાઇ રાજપરા, નાણાવટી ચોક, સદ્દગુરૂ એપાર્ટમેન્‍ટના રીનાબેન મનીષભાઇ જાદવ, ધરમનગર મેઇન રોડ પર સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ પાછળ રહેતા કિર્તીબેન સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ પાછળ ખોડલ ચોક શેરી નં. ૧ ના રીમાબેન નિકુંજભાઇ પતાણી, નાણાવટી ચોક પાસે રૂષભ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ર૦૧ના દમયંતીબેન રાજેન્‍દ્રભાઇ માણેક અને કોટેચા ચોક નુતનનગર શેરી નં. ર ના જયશ્રીબેન હસમુખભાઇ મેરને પકડી લઇ રૂા. ર૬૧૮૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એ. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. જાડેજા, હેડ કોન્‍સ. રાજેશભાઇ, યુવરાજસિંહ, ભગીરથસિંહ, વનરાજભાઇ, બલભદ્રસિંહ, ગોપાલભાઇ, મૈસુરભાઇ, બ્રિજરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. દેવશીભાઇ ખાંભલા તથા કોન્‍સ. વાલજીભાઇ જાડાને મળેલી બાતમીના આધારે દેવપરા મેઇન રોડ પર દોસ્‍તી ચોક પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નીલકંઠ પાર્ક શેરી નં. ૬ના સાહિલ કરીમભાઇ પરમાર, નુરાની ચોક જંગલેશ્‍વર શેરી નં. ૧૪ના સોહીલ અશરફભાઇ બેલીમ, જંગલેશ્‍વર શેરીન ં. ર૭ના અસ્‍લમ જમાલભાઇ ખેડારા, જંગલેશ્‍વર પ૦ ફુટ ઢાળ પાસે શેરી નં. ૪ના સીમર ઉર્ફે મરઘો યાસીનભાઇ પઠાણ, જંગલેશ્‍વર અંકુર સોસાયટી શેરી નં. ૪ના ફારૂક ઇબ્રાહીમભાઇ આમરોડીયા, જંગલેશ્‍વર એકતા કોલોની શેરી નં. ૬ના સલીમ ઉર્ફે કાલી યાસતઅલી ઇદ્રીશી, પટેલ સોસાયટી શેરી નં. ૯ ના સુલતાન ઉર્ફે કાવલી ગફારભાઇ નકાણીને પકડી લઇ રૂા. ૧૧,૦૭૦ ની રોકડ સહિતની મતા કબજેકરી હતી. આ કામગીરી પી.આઇ. એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એન. રાયજાદા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જયારે ત્રીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. કે. કે. નિકોલાને બાતમી મળતા ભગવતીપરા ધરમનગર શેરી નં. ૩ માં વિશાલ દિનેશભાઇ ડાભીના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમ.તા મકાન માલીક વિશાલ ડાભી તથા જંકશન પાસે કોઠી કમ્‍પાઉન્‍ડ ૮પ/બી ના દશરથ ઉદયભાઇ ગેડાણી, ગવતીપરા ધરમનગર શેરી નં. ૩ ના અજય સવશીભાઇ રીબડીયા, સંદીપ રમેશભાઇ ડાભી, ભગવતીપરાના રામકુ ઇશાભાઇ કેરાળીયા અને ભગવતીપરા મીયાણાવાસ ચોક પાસે રહેતા અનીલ ધનજીભાઇ જીંજરીયાને પકડી લઇ રૂા. પ૪પ૦નો રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ. સી. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. એમ. જાડેજા, એ. એસ.આઇ. સલીમભાઇ માડમ, હેડ કોન્‍સ. કેતનભાઇ નિકોલા, મોહસિનખાન, પ્રકાશભાઇ, હેમેન્‍દ્રભાઇ, નિલેશભાઇ, વિશ્‍વજીતસિંહ, મિતેશભાઇ, મહેશભાઇ તથા કિશનભાઇ દ્વારા કરવામાં આવી છે.

(4:29 pm IST)