Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મનપાએ મોટી સ્‍ક્રીનમાં મોજ કરાવીઃ ગુજરાત ટાઇટન્‍સની જીતથી લોકો ગરબે ઝુમ્‍યા-ફટાકડા ફોડી વધામણી

રાજકોટ તા. ૩૦: મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રવિવારે આઇપીએલ ટી-ર૦ ટુર્નામેન્‍ટનો ફાઇનલ મેચ અમદાવાદ ખાતે નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમમાં યોજાયેલ. ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્‍સ ટીમ રમનાર હોવાથી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો મેચ માણી શકે તે માટે કિશાનપરા ચોક ખાતે ૧૬×૧૬ ફૂટની જાયન્‍ટ સ્‍ક્રીન પર મેચના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવેલ.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્‍યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત મ્‍યુનિ. ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ અધ્‍યક્ષ ધનસુખભાઇ ભંડેરી, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશ્‍નર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રભાઇ ઠાકુર, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તેમજ જુદી-જુદી કમીટીના ચેરમેનો-કોર્પોરેટર શહેરના નગરજનો વગેરે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ અને મન ભરીને મેચ માણેલ હતો.

ગુજરાત જાયન્‍ટનો વિજય થતા મેયર ડો. પ્રદીપ ડવે સૌને શુભેચ્‍છા સાથે જણાવેલ કે, રાજયના વિકાસમાં પણ દેશમાં અગ્રેસર રહેલ છે અને એક મોડેલ તરીકે તે જ રીતે સ્‍પોર્ટસમાં પણ આજે ગુજરાત જાયન્‍ટએ વિજય અપાવી અગ્રેસર તરીકે પ્રસ્‍થાપિત કરેલ છે.

આ મેચમાં બેસવા માટે સોફા, ખુરશી તેમજ ડી. જે. વગેરેની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ. ગુજરાત જાયન્‍ટનો વિજય થતા લોકોના ઉત્‍સાહ ખાતે રોમાંચક વાતાવરણ ઉભું થયેલ અને રાસ ગરબાથી લોકો જુમી ઉઠેલ તેમજ ફટાકડા પણ ફોડવામાં આવેલ.

(4:28 pm IST)