Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

નવાગામ મેંગોમાર્કેટ પાસે કારખાનામાં ૩ાા લાખની ચોરીઃ ‘ચડ્ડી' પહેરેલો તસ્‍કર સીસીટીવીમાં દેખાયો

મિલનભાઇ પીઠવાના જીનીંગ મશીનરીના કારખાનામાંથી રોકડા રૂા. ૩.૪૦ લાખ ચોરાયાઃ બી-ડિવીઝન પોલીસે તપાસ આદરી : જયા ચોરી થઇ તે કારખાનું અને સીસીટીવી કેમેરામાં ચડ્ડી ધારી શખ્‍સ ચોરી કરતો નજરે પડે છે.(૬.૨૫)

રાજકોટ તા.૩૦ : શહેરના નવાગામ મેંગો માર્કેટ પાસે આવેલા ‘ઓમ ઇન્‍ડીયા એકસપોટર્' નામના જીનીંગ મશિનરી બનાવવાની કારખાનામાં ચડ્ડી ધરી તસ્‍કર ટોળકી ત્રાટકી કારખાનાની ઓફીસમાં તીજોરી તોડી રૂા.૩.૪૦ લાખની રોકડ ચોરી જતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વાણીયાવાડી મેઇન રોડ દયાનંદનગરમાં શેરી નં.૧/ર૩ માં રહેતા મિલનભાઇ પ્રવિણભાઇ પિઠવા (ઉ.૩૪) એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે નવાગામ મેન્‍ગો માર્કેટની સામે પુલ નજીક ‘ઓમ ઇન્‍ડિયા એધસપોર્ટ'  નામનું જીનીંગ મશીનરી  બનાવવાનું  કારખાનું ધરાવે છે આ આ કારખાનામાં એરપોર્ટ રોડ પર મારૂતીનગર ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ ૪૦૧માં રહેતા કીરીટભાઇ અમૃતલાલભાઇ ઘેલાણી ભાગીદાર છે. આ કારખાનામાં સાત કર્મચારી કામ કરે છે. જેમાં કર્મચારી દિપકઇભાઇ ધીરૂભાઇ ડાભી પાસે કારખાનાની ચાવી હોય છે તે દરરોજ જ સવારે કારખાનું ખોલે છે અને સાંજે તોઅ બંધ કરવાનું કામ પણ કરે છે. ગત તા.ર૮/પ ના શનિવારે સવારે નવેક વાગ્‍યે પોતે ઘરેથી કારખાને જવા માટે નિકળ્‍યા હતા ત્‍યારે રસ્‍તામાં પોતાના કારખાનામાં કામ કરતા દિપકભાઇ ડાભીનો ફોન આવેલ તેણે કહેલ કે આપણી ફેકટરીમાં ઓફીસમાં ટેબલના ખાના અને તીજોરીનું લોક તુટેલ છે  તમે આવો તેક કહેતા પોતે કારખાને ગયા ત્‍યારે દિપકભાઇ ડાભીએ પોતાને કહેલ કે ‘મે આપણી ફેકટરીનો મૂખ્‍ય દરવાજો ખોલ્‍યા બાદ તમારી ઓફીસ તરફ જોતા દરવાજાનો લોક તુટેલ હતો અને કીરીટભાઇની ઓફીસના દરવાજાનો લોક તુટેલ હતો. અને સામાન વેરવિખેર પડયો છે.' તેમ દિપકભાઇએ કરતા  પોતે કારખાનામાં અંદર આવી જોતા ઓફીસના દરવાજાનો લોક તુટેલો હતો. અને પ્રથમ પોતાની ઓફીસની અંદર જોતા ટેબલના ખાના અને તીજોરીના ખાના ખુલ્લા હતા અને ટેબલના ખાનામાં રોકડ રૂા. પ૦ હજાર હતા જે જોવામાં આવેલ નહી અને પોતાની ઓફીસની અંદરથી જ ભાગીદાર કીરીટભાઇ ઘેલાણીને ઓફીસનો દરવાજાનો પણ લોક તુટેલો હતો અને તેની ઓફીસમાં ટેબલના લોક અને તીજોરીના લોક તુટેલા હતા અને સામાન વેરવિખેર પડેલો હોત. પોતે ભાગીદાર કીરીટભાઇના લોકરમાં રૂા. ર.૯૦ લાખ રૂપિયા રોકડા રાખ્‍યા હતા. જે  રૂપિયાનું પોતાને પેમેન્‍ટ કરવાનું હતું.તે રોકડા રૂા.ર.૯૦ લાખ પણ જોવામાં આવેલ નહી આથી કોઇ અજાણ્‍યા શખ્‍સો બન્‍ને ઓફીસમાંથી કુલ રૂા. ૩.૪૦ લાખની રોકડ ચોરી ગયાની ખબર પડી હતી બાદ પોતે કારખાનામાં લગાવેલા અલગ અલગ સીટીટીવી કેમેરાના કુટેજ જોતા તેમાં તા.ર૮મી રાત્રે એક શખ્‍સ કારખાનામાં અંદર પ્રવેશ કરી ચોરી કરતો જોવા મળ્‍યો હતો. બાદ ઓફીસમાં રાખેલ ડીવીઆર બંધ કરતો દેખાયો હતો.  આ બનાવની બીડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવા પી.એસ.આઇ. એચ.એમ.જાડેજાએ મિલનભાઇ પિઠવાની ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)