Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

આજી નદી સહિત અન્‍ય સ્‍થળોએ કચરો ફેંકતા વાહનો સામે કાર્યવાહી : ૩ ટ્રેકટર-૪ છકડો રીક્ષા આર.ટી.ઓ.માં જમા

રાજકોટ, તા. ૩૦ :  રાજકોટ શહેરની વચ્‍ચેથી પસાર થતી આજી નદીમાં તેમજ અન્‍ય સ્‍થળોએ કેટલાક વાહનચાલકો દ્વારા બાંધકામ કાટમાળ અને અન્‍ય કચરો ઠાલવવાની પ્રવળત્તિ થતી હોવાનું ધ્‍યાને આવતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર  અમિત અરોરાની સૂચના અનુસાર ડેપ્‍યુટી કમિશનર એ.આર.સિંહ તેમજ સુરક્ષા વિભાગના ડીવાય.એસ.પી.  આર.બી.ઝાલા અને પર્યાવરણ ઈજનેર  નિલેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વિભાગ અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા આવા વાહનચાલકો સામે આકરા પગલાં લેવામાં આવેલ છે.

આજી નદી અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઓસ્‍કાર સિટી પાસેના વિસ્‍તારમાં કચરો ઠાલવવા આવેલ ત્રણ ટ્રેક્‍ટર અને ચાર છકડો રીક્ષાને ઝડપી પાડવામાં આવેલ અને ત્‍યારબાદ આ વાહનો આર.ટી.ઓ.માં જમા કરાવવામાં આવેલ.

જે વાહનો આરટીઓમાં મોકલવામાં આવેલ છે તેમાં ત્રણ ટ્રેકટર (૧) નં-જી.જે.-૦૩ એસ.એસ. ૮૦૮૮, ટ્રેક્‍ટર વાહન ટ્રોલી સાથે (૨) નં-જી.જે.-૦૩ એસ.એસ. ૮૭૬૬, ટ્રેક્‍ટર વાહન ટ્રોલી નં.જી.જે.૩ટી -૭૫૦૦ ટ્રેકટર ટ્રોલી સાથે (૩) નં.-જી.જે.-૧૨ એ.એન.૬૭૨૧, ટ્રેક્‍ટર વાહન ટ્રોલી સાથે તથા ૪ છકડા રીક્ષા (૧) રીક્ષા નં. જી.જે.-૩ બી.યુ. ૬૫૩૭ (૨) જી.જે.૨૭ ટી.-૩૫૧૧ (૩) જી.જે.૦૩ એ.વી.૩૭૨ (૪) જી.જે. વી.-૬૦૦૭ ઉપરોક્‍ત તમામ વાહનો આર.ટી.ઓ. ખાતે જમા કરાવેલ છે.

(4:23 pm IST)