Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સાગરનગરમાં હથિયારો સાથે જાહેરમાં બખેડો કરનારા છને પોલીસે દબોચ્‍યા

આજીડેમ પોલીસે ગણપત, મોહીત, ધર્મેશ, કિશન અને બિજલની ધરપકડ કરી

રાજકોટ તા. ૩૦ : શહેરના આજીડેમ પાસે સાગરનગર મેઇન રોડ પર હથિયારો સાથે આવેલ ૬ શખ્‍સો જાહેરમાં બખેડો કરતા આજીડેમ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સાગરનગર મેઇન રોડ પર શકિતપાન નામની દુકાન સામે કેટલાક શખ્‍સો હથિયારો સાથે મારામારી કરવાના ઇરાદે એકઠા થયા હોવાની કોઇએ જાણ કરતા આજીડેમ પોલીસે તાકીદે સ્‍થળ પર પહોંચી જાહેરમાં ઝઘડો કરી બખેડો કરતા આંબેડકરનગર શેરી નં.૪ ના ગણપત સુખાભાઇ જાદવ, શેરી નં.૧૧ના મોહીત સુરેશભાઇ પરમાર, ધર્મેશ કાનાભાઇ ગોહેલ, સર્વોદય સોસાયટી શેરી નં.ર ના રાહુલ કેશુભાઇ પરમાર, સાગરનગર મફતીયા પરાના કિશન દિનેશભાઇ ધોળકીયા અને નાગલપર ગામના બિજલ લાલજીભાઇ ગોઢાણીયાને પકડી લઇ જાહેરમાં બખેડો કરી પોલીસ કમિશ્નરના જાહેર નામાના ભંગ બદલ કાર્યવાહી કરી એ.એસ.આઇ. એસ.એસ. ગોસાઇએ તપાસ હાથ ધરી હતી.

યુવાન પર ત્રણ શખ્‍સોનો હુમલો

આજીડેમ ચોકડી પાસે બાલાજી રેસ્‍ટોરન્‍ટ સામે ફુટપાથ પર રહેતો સંજય દીલીપભાઇ કાનાણી (ઉ.રપ) રાત્રે ફુટપાથ પર હતો ત્‍યારે મનોજ તેના ફઇનો દીકરો શાપર ભરતભાઇ રાઠોડ અને એક અજાણ્‍યા શખ્‍સે આવી સંજયને કારણ વગર ગાળો આપી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે સંજય કાનાણીએ આજીડેમ પોલીસ મથકમાં ત્રણેય શખ્‍સો સામે ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. એસ.એસ. ગોસાઇએ તપાસ હાથ ધરી છે.

(4:22 pm IST)