Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

અનાયાએ જુનિયર સ્‍વીમીંગ ચેમ્‍પીયનશીપમાં ૪ ગોલ્‍ડ- ૧ સીલ્‍વર જીત્‍યા : ભાઇ આર્યન પણ ટોપ સ્‍વીમર

રાજકોટ પૂર્વ મ્‍યુ. કમિશનર વિજય નહેરાની સુપુત્રી

રાજકોટ, તા. ૩૦ : શહેરના પૂર્વ મ્‍યુ. કમિશ્નર વિજય નહેરાની સુપુત્રી અનાયા નેહરાએ ગુજરાત રાજ્‍ય જુનિયર સ્‍વિમિંગ ચેમ્‍પિયનશિપમાં ૪ ગોલ્‍ડ મેડલ જીત્‍યા છે. જુનિયર નાગરિકો માટે જુલાઇમાં ભુવનેશ્વર ખાતે ચેમ્‍પીયનશીપ યોજાશે. 

અમદાવાદની ૧૨ વર્ષની સ્‍વિમરે અનાયા નહેરાએ રાજકોટ ખાતે યોજાયેલી ગુજરાત સ્‍ટેટ જુનિયર સ્‍વિમિંગ ચેમ્‍પિયનશિપમાં ૪ ગોલ્‍ડ મેડલ અને ૧ સિલ્‍વર મેડલ જીત્‍યો હતો. 

અનાયા ટોપ્‍સ સ્‍વિમર આર્યન નેહરાની નાની બહેન છે.  અનાયાએ ૧૦૦ બેકસ્‍ટ્રોકમાં ૧.૨૧ (૧ મિનિટ અને ૨૧ સેકન્‍ડ)ના સમય સાથે ગોલ્‍ડ જીત્‍યો.

ઉપરાંત ૨૦૦ મીટર બેકસ્‍ટ્રોક ઈવેન્‍ટમાં તેણીએ ૨-૫૨ના સમય સાથે ગોલ્‍ડ જીત્‍યો અને ૨.૫૬ના રાષ્‍ટ્રીય ક્‍વોલિફિકેશન સમય કરતા વધુ ઝડપથી સ્‍વિમ કર્યું હતું. અનાયાએ ૪×૧૦૦ ફ્રીસ્‍ટાઇલ રિલે અને ૪×૧૦૦ મેડલી રિલેમાં બે ગોલ્‍ડ મેડલ પણ જીત્‍યા છે.  ૨૦૦ મીટર ઈન્‍ડિવિજ્‍યુઅલ મેડલીમાં તેણે સિલ્‍વર મેડલ જીત્‍યો હતો.

અનાયા હવે ૧૬-૨૦ જુલાઈ દરમિયાન ભુવનેશ્વર, ઓડિશા ખાતે યોજાનારી જુનિયર નેશનલ સ્‍વિમિંગ ચેમ્‍પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે.

(6:51 pm IST)