Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સમસ્‍ત ખવાસ રજપૂત સમાજ દ્વારા વેવિશાળ કેન્‍દ્રનો પ્રારંભ : દર મહિને પરિચય મેળો

રાજકોટ તા. ૩૦ : દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના નેજા હેઠળ ખવાસ રજપૂત સમાજના વેવિશાળ કેન્‍દ્રનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને ગુજરાતમાં વસતા ખવાસ રજપૂત સમાજના દિકરા દિકરીઓના વેવિશાળમાં સરળતા રહે તે હેતુથી વેવિશાળ કેન્‍દ્રનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

રૈયા રોડ, સીટી સેન્‍ટર પાસે, અન્‍ડરબ્રીજ નજીક, સદ્દગુરૂ માર્કે, ત્રીજો માળ, પટેલ રેસ્‍ટોરન્‍ટની બાજુમાં રાજકોટ ખાતે આ કેન્‍દ્ર શરૂ કરાશે. જયાં સોમવારથી શનિવાર સવારે ૧૧ થી ૧ અને સાંજે પ થી ૭ સુધી માહીતી તથા માર્ગદર્શન અપાશે.

દર મહિનાના છેલ્લા રવિવારે પરિચય મેળાનું પણ આયોજન કરાશે. શિક્ષિત, અશિક્ષિત, કુંવારા, વિધવા-વિધુર, ત્‍યકતા, છુટાછેડા તેમજ શારીરીક ખોડખાપણવાળા ભાઇ બહેનો એમ અલગ અલગ કેટેગરીમાં ફોર્મ ભરવાની સુવિધા રાખેલ છે.

આ અંગેની માહીતી માટે કાનાભાઇ ચૌહાણ મો.૯૪૦૯૨ ૯૬૮૭૫, નરેન્‍દ્રભાઇ ચૌહાણ મો.૯૦૩૩૦ ૨૯૬૭૫ નો સંપર્ક કરી શકાશે.આ ભગીરથ કાર્યમાં કાનાભાઇ ચૌહાણ, નરેન્‍દ્રભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, સાવનભાઇ રાઠોડ, ખિલનભાઇ ભટ્ટી, સુરેશભાઇ ચૌહાણ, ચેતનભાઇ સોલંકી, રાજભાઇ સોઢા, પ્રિાયાંકભાઇ ચૌહાણ, એડવોકેટ ધર્મેભાઇ ચાવડા, વર્ષાબેન ચાવડા, અશ્વિનભાઇ ચૌહાણ, ગૌરવભાઇ ગોહીલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર સંદીપ બગથરીયા)

(4:09 pm IST)