Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

આમ આદમી પાર્ટીમાં જોડાયા

 આમ આદમી પાર્ટીની વિચારાધારા તેમજ દિલ્‍હી અને પંજાબ સરકારના કાર્યોથી પ્રભાવીત થઇ ડો. બનસી તકવાની એ ઇસુદાનભાઇના રાજકોટના પ્રવાસ દરમ્‍યાન તેમના હસ્‍તે ‘આપ' નો ખેસ પહેલી પાર્ટીમાં પ્રવેશ મેળવ્‍યો. આજદીન સુધી રાજનીતિથી દૂર રહેનારો વર્ગ જે પ્રબુધ્‍ધ અને શિક્ષીત વર્ગ છે તે હોંસે હોંસે આમ આદમી પાર્ટીમાં સ્‍વૈચ્‍છાએ જોડાઇ રહ્યો છે. આ પ્રસંગે ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂ, રાજભા ઝાલા તેમજ વશરામભાઇ સાગઠીયા ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ શહેર મહિલા મહામંત્રી તનુજાબેન દોશીની અધ્‍યક્ષતામાં ૩૦ મહિલાઓ પોતાની સમસ્‍યાઓને પડતી મુશ્‍કેલી અંગે રૂબરૂ રજુઆત માટે આવેલ અને તેના પ્રશ્નોનું નિરાકરણ થતા તમામ મલિાઓએ આમ આદમી પાર્ટી મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે જોડાયા હતા. તેમ શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:08 pm IST)