Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

અમરેલીના બાબરા કર્ણુકી ગામની જમીન અંગે વચગાળાના મનાઇ હુકમની અરજી નામંજુર

રાજકોટ તા.૩૦ : અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કર્ણુકી ગામના જુના રે.સર્વે નંબર પ૬-૩, નવા રે.સર્વે નંબર ર૧૧ વાળી  ૦-૪૩-રર હે.આ.રે. ચો.મી. વાળી ખેતીની જમીન સામે વચગાળાનો મનાઇ હુકમ  મળવા વાદીની અરજીને સીવીલ કોર્ટે રદ કરી હતી.

અમરેલી જીલ્લાનાં બાબરા તાલુકાના કર્ણુકી ગામના જુના રે.સર્વે નં.પ૬-૩, નવા રે.સર્વે નંબર ર૧૧૧ વાળી ૦-૪૩-રર હે.આ.રે.ચો.મી.વાળી ખેતીની જમીન વાદી શ્રી પથુભાઇ રામભાઇ બસીયાની માલીકી અને કબજા ભોગવટાની હોય સદર મિલ્‍કતમાં પ્રવેશ, પેશકદમી કબ્‍જો કે હસ્‍તક્ષેપ કે અડચણ કે અટકાયત કરવાનો પ્રતિવાદીને જાતે કે તેમના એજન્‍ટ, નોકર-ચાકર, કુલમુખત્‍યારને કોઇ હકક અધિકાર નથી તેવું ઠરાવવી આપવા તથા વાદીની આ દાવાવાળી મિલ્‍કતનો ઉપયોગ, ઉપભોગ કરતા હરકત અટકાયત કરે નહી કે કરાવડાવે નહી તેવો કાયમી હુકમ ફરમાવવા માટેનો દાવો ભગીરથભાઇ રામભાઇ બસીયા વિરૂધ્‍ધ બાબરા સિવિલ કોર્ટમાં દાખલ કરેલ.

આ દાવામાં પ્રતિવાદીને સમન્‍સ બજતા પ્રતિવાદી નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી દાવાનો જવાબ આપેલ તથા વચગાળાની મનાઇ હુકમની અરજી સામે પ્રતિવાદીના વકીલશ્રીએ દલીલ કરતા જણાવેલ કે, વાદીની જમીનમાં પ્રતિવાદીનો કબ્‍જો હોય તેવું કયાંય પુરવાર થતુ નથી તથા પ્રતિવાદીએ વાદીને કોઇ ધમકી આપેલ હોય તેવું પુરવાર થતુ નથી. વાદીની વચગાળાની મનાઇ હુકમની અરજીમાં જણાવેલ કોઇ દાદ મળી શકે તેમ ન હોય વાદીની વચગાળાની મનાઇ હુકમની અરજી રદ કરતો હુકમ પ્રીન્‍સીપાલ સીવીલ કોર્ટ બાબરાએ કરેલ હતો. પ્રતિવાદીનાં એડવોકેટ તરીકે રાહુલ કે શાહ, રૂષીત  ડી. પટેલ, જયદેવ જે. શીંશાંગીયા તથા હાર્દિક જી.ડોડીયા રોકાયેલ હતા.

(4:07 pm IST)