Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ડીવાયએસપી પિયુષ પિરોજીયા, પ્રદીપસિંહ જાડેજા સહિત ૧૩ અધિકારીઓને વિશિષ્‍ઠ કામગીરી બદલ કેન્‍દ્ર દ્વારા એવોર્ડ

દ્વારકા એસપી નિતેશ પાંડયનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે :ભાજપના નાયબ પ્રદેશ અધ્‍યક્ષ જયંતીભાઇ ભાનુશાળીનો ગુજરાતભરમાં ચકચારી મામલામાં પુના યરવડાના શાર્પશુટર સહિતના એક ડઝન આરોપીને આશિષ ભાટિયા : ગૌતમ પરમારના નેતૃત્‍વ હેઠળ મૂળ રાજકોટના પિયુષ પીરોજીયાએ કાબિલેદાદ કામગીરી બજાવેલ : ભાજપના એક સમયના ઉપાધ્‍યક્ષ અને કચ્‍છના મોટા ગજાના નેતા જયંતીભાઇ ભાનુશાળીની ગોળી મારી હત્‍યાના બનાવની આશિષ ભાટિયા, ગૌતમ પરમારના નેતૃત્‍વ હેઠળની ખાસ ટીમના મૂળ રાજકોટના પિયુષ પિરોજીયાએ પુના પંથકના શાર્પશુટર સહિત૧૧ને ઝડપી લીધેલ.

રાજકોટ તા.૩૦ : કેન્‍દ્ર દ્વારા દેશના વિવિધ રાજયોમાં યશસ્‍વી કામગીરી બજાવનાર અધિકારીઓને મહત્‍વના ડીટેકશન બદલ કેન્‍દ્રીય મંત્રી અમિતભાઇ શાહ દ્વારા વિભૂષિત કરવામાં આવ્‍યા છે. તેમાં ગુજરાતમાં દ્વારકા એસપી નિતેશ પાંડયે, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મદદનીશ પોલિસ કમિશનર અને મૂળ રાજકોટના વતની ડીવાયએસપી પિયુષ પીરોજીયા સહિત કુલ ૧૩ અધિકારીઓની પસંદગી કરી અમિતભાઇ શાહ હસ્‍તે એવોર્ડ આપવામાં આવેલ.

 અત્રે એ યાદ રહે કે અનેક અટપટા અપરાધોના મૂળ સુધી પહોંચનાર પિયુષ પિરોજીયા યોગાનુંયોગ પ્રદીપ સિંહ જાડેજા માફક રાજકોટના જ વતની છે.

આજથી બે વર્ષ પહેલા ગુજરાત ભાજપ અને કચ્‍છના અગ્રણી જયંતીભાઇ ભાનુશાળીની હત્‍યા  સયાજી નગરી એક્ષપ્રેસ ટ્રેનમાં ગોળી મારી હત્‍યા થવાના ગુજરાતભરમાં ચકચારી મામલામાં રાજયના મુખ્‍ય પોલીસ વડા અને તત્‍કાલીન સીઆઇડી વડા તથા અમદાવાદના હાલના જોઇન્‍ટ  પોલીસ કમિશનર અને તત્‍કાલીન સી.આઇ.ડી.વડા ગૌતમ પરમારના નેતૃત્‍વ હેઠળ રચવામાં  આવેલ સિટના સભ્‍ય તરીકે ઉકત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાબિલેદાદ કામગીરી કરી પુના યરવડાના શાર્પશુટર સહિત એક ડઝન અપરાધીઓની ધરપકડ વેશ પલટો કરી લીધી હતી

(4:07 pm IST)