Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

પડધરી પંથકમાં ધાડ પાડીને લુંટ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૩૦: પડધરી વિસ્‍તારમાં રહેતા યોગેશભાઇ ભાયાણીએ પડધરી પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૯પ, ૧ર૦(બી), ૩૮પ, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), તથા જી.પી. એકટ ૧૩પ(૧) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્‍વયે પોલીસ દ્વારા ગત તા. રર-૦૩-ર૦રર ના રોજ આ કામના આરોપી નરેન્‍દ્રભાઇ સોમાભાઇ પરમારની ઉપરોકત ગુન્‍હાના કામ સબબ પડધરી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુનામાં સેસન્‍સ કોર્ટે આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગત તા. ર૧-૦૩-ર૦રર ના રોજ ફરીયાદી યોગેશભાઇ ભાયાણીએ એવા આક્ષેપો વાળી ફરીયાદ પડધરી પોલીસ સ્‍ટેશને નોંધાવેલ હતી કે તેમના કારખાનામાં કામ કરતા સાગર પરમારને નોકરી પરથી છુટા કરતા તેનો ખાર રાખીને આરોપીઓએ ધોકા, તથા છરી જેવા હથીયારો સાથે માર મારી ગળામાં રહેલો સોનાનો રૂા. ર,રપ,૦૦૦/-નો ચેઇન ખેંચી લઇ ઇજા પહોંચાડેલી સાહેદને આંખ ઉપર શરીરે મુંઢ ઇજા કરી રૂા. ૧પ,૦૦,૦૦૦/- ની ખંડણી માંગી અને ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલી. ત્‍યારબાદ આરોપીની ધરપકડ કરી જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો. ત્‍યારબાદ આરોપી વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્‍વયે આરોપી વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલો તથા હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના રજુ રાખેલ ચુકાદાઓને ધ્‍યાનમાં રાખી રાજકોટના સેશન્‍સ જજ શ્રી ડી. કે. દવે એ આરોપીને રેગ્‍યુલર જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ પંકજ બી. વાઘેલા, નિલેશ એમ. અગ્રાવત, પ્રકાશ જી. ગોહેલ, અરવિંદ બી. સોલંકી, દિલીપ એચ. ચાવડા, જીજ્ઞેશ જે. તેરૈયા, જીત કુબાવત રોકાયેલા હતા.

(4:06 pm IST)