Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ગેંગરેપનો વોન્‍ટેડ આરોપી દારૂ સાથે ઝડપાતા ખોટુ નામ આપ્‍યુ પણ પોલીસ પાસે સાચી ઓળખ અછાની ન રહી

આજીડેમ પોલીસે નીલકંઠ પાર્ક પુલ પાસેથી દબોચ્‍યોઃ દારૂની ૭૧ બોટલ અને કાર કબ્‍જેઃ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હત્‍યાની કોશિષ, સામુહિક બળાત્‍કાર છેડતી, મારામારી સહિત છ ગુન્‍હામાં સામેલ

રાજકોટ તા. ૩૦ : ગોંડલ તાલુકામાં સામુહિક બળાત્‍કારના ગુન્‍હામાં જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ એક વર્ષથી ફરાર ગોંડ, કોલીથડ ગામના શખ્‍સને આજીડેમ પોલીસે રીધ્‍ધી સિધ્‍ધિ સોસાયટી પાછળ નીલકંઠ પાર્ક સાંઢીયા પુલ પાસેથી કારમાં દારૂની ૭૧ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના કોઠારિયા રોડ રિધ્‍ધિ સિધ્‍ધી સોસાયટી પાછળ નિલકંઠ પાર્ક નજીક સાંઢીયા પુલ પાસે એક દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ.જે. કે.ગઢવી સ્‍ટાફ સાથે વોચમાં હતા ત્‍યારે નીલકંઠ પાર્ક નજીક સાંઢીયા પુલ પાસેથી પસાર થતી એક ન઼બર વગરની સ્‍વીફટ કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂા.૩૧,૯૦૦ ની કિંમતની ૭૧ બોટલ મળી આવતા પોલીસે કાર ચાલકને પકડી લઇ દારૂનો જથ્‍થો તથા કાર કબ્‍જે કરી હતી પોલીસે તેની પુછપરછ કરતા ચાલકે પોતાનું નામ ઉમેશ ઉર્ફે ઇમલો મંગાભાઇ પરમાર (ઉ.ર૪) (રહે. વિનોદનગર મેઇન રોડ સુખરામનગર-પ મૂળ કાલાવડ રોડ મોટામવા, લક્ષ્મીનોઢોળા પાસે) જણાવ્‍યું હતું પોલીસે તેના વિરૂધ્‍ધ ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

દરમ્‍યાન પોલીસે તેની પુછપરછ કરતા તે ફર્યુ ફર્યુ બોલતો હોઇ તેથી આ શખ્‍સ કંઇ છુપાવતો હોવાથી પોલીસને શંકા જતા તેની આંકરી પુછપરછ કરતા તેણે અગાઉ પોતાનું નામ ખોટુ આપ્‍યુ હોવાનું જાણવા મળ્‍યું હતું અને પોતાનું સાચુનામ ઉમેદ પ્રકાશભાઇ મકવાણા (ઉ.ર૮) (રહે. કોલીથડ ગામ તા.ગોંડલ) જણાવ્‍યું હતું. બાદ પોલીસે તેનો ગુન્‍હાહીત ઇતીહાસ તપાસતા ઉમેદ મકવાણા અગાઉ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હત્‍યા, હત્‍યાનો પ્રયાસ તથા સામુહીક બળાત્‍કારના ગુન્‍હામાં પકડાયેલ હોઇ તેથી તેણે પોતાનું નામ ખોટુ લખાવ્‍યુ હોવાનું જાણવા મળ્‍યું હતું. અને તે સામુહિક બળાત્‍કારના કેસમાં રાજકોટ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા કાપતો હોય, તે તા.૧૭/૪ ના રોજ ૩ દિવસના વચગાળાના જામીન ઉપર ગયા બાદ જેલમાં હાથર ન થઇ તે એકવર્ષ અને બે માસથી નાસતો ફરતો હતો આ અંગે પોલીસે દારૂના ગુન્‍હામાં ધરપકડ કરી તેના વિરૂધ્‍ધ પોતાનું ખોટુ નામ જણાવી રાજય સેવકને ખોટી માહીતી આપી હોવાથી પોલીસે અલગ ગુન્‍હો દાખલ કર્યો હતો.

(4:04 pm IST)