Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ચેક રિટર્ન કેસમાં મેકવેલ ઓટોમેશનનાસંચાલકને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૩૦: અત્રે ચેતન એન્‍ટરપ્રાઇઝ પાસેથી લીધેલા માલની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના ગુનાનો કેસ અદાલતમાં ચાલી જતાં ન્‍યાયાધીશે મેકવેલ ઓટોમેશન ઓથોરાઇઝ માલિકને ૧ વર્ષની સજા અને ચેકની રકમ ૯.ર૪ લાખ એક માસમાં ચુકવવાનો હુકમ કર્યો.

વધુ વિગત મુજબ ચેતન એન્‍ટરપ્રાઇઝ પાસેથી મેકવેલ ઓટોમેશન એ ખરીદ કરેલ માલની રકમ ચુકવણી માટે આપેલો ચેક બેન્‍કમાંથી વગર વસુલાત એ પરત ફરતા જે અંગેની કાયદાકીય પ્રક્રિયા મુજબ નોટિસ દ્વારા જાણવા છતાં રકમ ન ચુકવતા નેગોશીએબલ એકટ હેઠળ ચેતન એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ચેતનભાઇ ઘોડાએ મેકવેલનાં માલિક ધવલ કાચ સામે અદાલતમાં ફરીયાદ કરી હતી જે કેસની સુનાવણી અદાલતમાં ચાલવા પર આવતા જેમાં બન્‍ને પક્ષની રજુઆત બાદ ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્‍તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્‍થાપિત થયેલા ચુકાદા ધ્‍યાને લઇ અદાલતે મેકવેલ ઓટોમેશન ઓથોરાઇઝ ધવલ કાચા ને એક વર્ષની અને ચેકની રકમ ૪.ર૪ લાખનું વળતર ચુકવવામાં નિષ્‍ફળ નીવડે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. ફરીયાદી ચેતનભાઇ ગોડા વતી એડવોકેટ તરીકે કમલ કવૈયા, વીરલ રાવલ, કનકસિંહ ચૌહાણ, રાજેશભાઇ પરમાર, સી. બી. તલાટીયા અને સી. પી. પરમાર રોકાયા હતા

(4:03 pm IST)