Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મવડી રોડ પર ધોકો લઇને રિક્ષામાંથી ઉતરેલા ચાલકનો વિડીયો વાયરલ

પાછળ આવી રહેલો બાઇક ચાલક સતત હોર્ન વગાડતો હોઇ રિક્ષાચાલકનો પિત્તો ગયો

રાજકોટઃ મવડી રોડ પર એક રિક્ષાચાલક રિક્ષામાંથી ધોકો લઇને નીકળતાં અને બાઇક ચાલક સામે બૂમબરાડા પાડતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. રિક્ષાની પાછળ એક બાઇક ચાલકે સતત હોર્ન વગાડતાં આ માથાકુટ થયાનું જણાવાયું હતું. રિક્ષાચાલક અને બાઇક ચાલક વચ્‍ચેની બબાલનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

(4:02 pm IST)