Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ઘરેલુ હિંસાના કેસમાં સગીર પુત્રને ભરણ પોષણ-મકાન ભાડુ-વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૩૦: ઘરેલું હિંસાનાં કેસમાં અરજીની તા. ૦પ-૦૬-ર૦૧૪ થી સગીર પુત્ર રાજનાં ભરણ પોષણનાં માસિક રૂા. ર૦,૦૦૦-૦૦, મકાન ભાડાનાં માસિક રૂા. પ,૦૦૦-૦૦ તથા પત્‍નીને શારીરિક, માનસિક યાતનાં, પીડા, દુઃખનાં નુકસાની વળતરનાં રૂા. ર,૦૦,૦૦૦-૦૦ ચુકવવા પતિને કોર્ટે આદેશ આપ્‍યો હતો.

અહિંનાં કાલાવડ રોડ, ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડ, એ. જી. સોસાયટી પાછળ રહેતાં અને પી.જી.વી.સી.એલ.નાં કર્મચારી ગીરાબેન ધર્મેશભાઇ પંડયાએ અહિનાં લક્ષ્મીનગર-પ, નાનામવા મેઇન રોડ, ‘મધુવન', માં રહેતાં અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનનાં કર્મચારી ધર્મેશભાઇ રમણીકલાલ પંડયા સામે ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ હેઠળ અરજી કરેલ. પક્ષકારોનાં લગ્ન તા. ર૩-૦૧-ર૦૦૬ નાં રોજ થયેલાં. પત્‍ની સાથેનાં લગ્નનાં છુટાછેડા લેવા પતિએ ફેમીલી કોર્ટમાં દાવો કરેલો તેમાં પતિને સફળતાં નહિ મળતાં પત્‍ની સામે હાઇકોર્ટમાં ગયેલ તેમાં પતિને સફળતાં મળેલ નહિં.

સામાવાળાનાં વકિલની દલીલ કે પતિની આવક કરતાં પત્‍નીની આવક વધું છે અને આવક મુજબ સગીર પુત્રનાં ભરણ પોષણની જવાબદારી પતિ પત્‍ની બન્‍નેની થાય છે. પત્‍નીને ત્રાસ, દુઃખ આપેલ ન હોય વળતર મેળવવા હકકદાર નથી. પતિ તરફેની દલીલો કોર્ટે નકારી પત્‍ની તરફેની દલીલો, આધાર, પુરાવા ધ્‍યાનમાં લઇ સગીર પુત્રનાં ભરણ પોષણનાં માસિક રૂા. ર૦,૦૦૦-૦૦, મકાન ભાડાનાં માસિક રૂા. પ,૦૦૦-૦૦ તથા શારીરિક, માનસિક ત્રાસનાં વળતરનાં રૂા. ર,૦૦,૦૦૦-૦૦ ધર્મેશભાઇ રમણીકલાલ પંડયાએ ચુકવવા જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ શ્રી એલ. ડી. વાઘે હુકમ કરેલ હતો. સાડા સાત વર્ષની લાંબી લડત બાદ અરજદારને ન્‍યાય મળેલ છે. ગીરાબેન ધર્મેશભાઇ પંડયાનાં વકીલ તરીકે જી. એન. ડોડિયા રોકાયેલ હતાં.

(4:01 pm IST)