Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રવિવારે રાજકોટમાં IAS-IPS-IRS માટે UPSC પરીક્ષાઃ ૪૦૦૯ ઉમેદવારોઃ ૧૭ કેન્‍દ્રો

પેપર કલેકટર કચેરીના સ્‍ટ્રોંગ રૂમમાં સીલઃ સજજડ બંદોબસ્‍તઃ પુરવઠામાં કન્‍ટ્રોલ રૂમ

રાજકોટ તા. ૩૦: રાજકોટમાં આગામી પમીના રવિવારે UPSC ની પ્રિલીમીનરી પરીક્ષા લેવાશેIAS-IPS-IRS બનવા માંગતા ઉમેદવારો માટે આ પરીક્ષા અત્‍યંત મહત્‍વની ગણાય છે, પરીક્ષાનું સંપૂર્ણ સુપરવીઝન રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા થશે.

UPSC ની પરીક્ષામાં રાજકોટ તથા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કુલ ૪૦૦૯ ઉમેદવારો ૧૭ કેન્‍દ્રો ઉપર પરીક્ષા આપશે, પ મી જૂને સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ તથા બપોરે ર-૩૦ થી ૪-૩૦ એમ બે પેપર રહેશે.  દરેક કેન્‍દ્ર ઉપર એક એક ઇન્‍સ્‍પેકટીંગ ઓફીસર, એક-એક આસિસ્‍ટન્‍ટ સુપરવાઇજર તથા બ્‍લોક દીઠ એક-એક ઇન્‍વિજીલેટર રહેશે, પરીક્ષાના પેપરો માટે કલેકટર કચેરી ખાતે સ્‍ટ્રોંગરૂમ બનાવાયો છે, અને ત્‍યાં સજજડ પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે, પરીક્ષા કેન્‍દ્રમાં મોબાઇલ સહિતની કોઇપણ ઇલેકટ્રોનીક લઇ જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે, ૧૦૦ મીટરના એરીયામાં ઝેરોક્ષ કેન્‍દ્રો ખુલ્લા નહિં રહી શકે, પરીક્ષા કેન્‍દ્રો ઉપર પાણી-સફાઇ-શૌચાલય-લાઇટની વ્‍યવસ્‍થા કરવા આદેશો કરાયા છે.

(6:49 pm IST)