Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કપાસીયા -પામતેલમાં ૧૦ રૂા. ઘટયાઃ સીંગતેલના ભાવ વધ્‍યા

રાજકોટ તા. ૩૦ :.. નવા સપ્તાહના પ્રારંભે કપાસીયા અને પામતેલ ભાવો ઘટયા હતા જયારે સીંગતેલના ભાવમાં ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં પામતેલની આયાતો શરૂ થયાના અહેવાલે કપાસીયા તેલમાં ૧૦ રૂા.ઘટયા હતાં. કપાસીયા તેલ લૂઝના ભાવ ૧૪૯પ રૂા. હતા તે ઘટીને ૧૪૮પ તથા કપાસીયા ટીનના ભાવ રપ૯૦ ની ર૬૪૦ રૂા. હતા તે ઘટીને રપ૮૦ થી ર૬૩૦ રૂા. થયા હતાં. પામતેલમાં પણ ૧૦ રૂા. ઘટતા પામતેલ લુઝના ભાવ ઘટીને ૧૪૭પ રૂા. અને પામટીનના ભાવ ઘટીને ર૪ર૦ નીર૪રપ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતાં. જયારે સીંગતેલમાં ૧૦ રૂા.ના ઉછાળા સાથે સીંગતેલ લૂઝ(૧૦ કિ. ગ્રા.)ના ભાવ વધીને ૧૬૦૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ વધીને ર૬૯૦ થી ર૭૪૦ રૂા. થયા હતાં. સીંગતેલમાં વેચવાલી ઘટતા ભાવો વધ્‍યાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું. 

(3:25 pm IST)