Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી સેન્‍ટરની મુલાકાત લીધી યુનિવર્સિટી પોલીસે સ્‍પર્ધાત્‍મક પરિક્ષા અંગે છાત્રોને વિસ્‍તૃત માહિતી આપી

પીઆઇ એ. બી. જાડેજા અને પીએસઆઇ એ. બી. જાડેજા દ્વારા વિવિધ કાયદાઓ, ટ્રાફિક અવેરનેશ, સાયબર ક્રાઇમ અને મહિલા સુરક્ષા અંગે પણ જાણકારી અપાઇ

રાજકોટઃ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા સી.સી.ડી.સી. સેન્‍ટરમાં સ્‍પર્ધાત્‍મક પરિક્ષા માટેના વર્ગોની મુલાકાત યુનિવર્સિટી પોલીસે લીધી હતી અને છાત્રોને પરિક્ષાની તૈયારી સારી રીતે કઇ રીતે કરી શકાય તેની સમજ આપી હતી. છાત્રો અલગ અલગ ભરતીઓની તૈયારી યોગ્‍ય રીતે કરી ઉતિર્ણ થઇ સારી નોકરી મેળવી શકે તે માટેનું માર્ગર્દશન અપાયું હતું. આ ઉપરાંત અલગ અલગ કાયદા બાબતે અને ટ્રાફિક અવેરનેશ અંગે તેમજ સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત મહિલાઓને લગતા કાયદાઓ, મહિલાઓની સુરક્ષા બાબતે પણ રાજકોટ પોલીસની એપ્‍લીકેશનની માહિતી આપવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી.જાડેજા અને પોલીસ સ્‍ટેશનની ટીમે આ કામગીરી કરી હતી.

(3:18 pm IST)