Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

તમો મારૂ કહ્નાં માન્યુ...હવે તમે તમારા શરીર ઉપર ધ્યાન આપ્યુ ઍમને ! મિરાણીના વેઇટલોસ અંગે ખુશી વ્યકત કરી નરેન્દ્રભાઇઍ

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે જસદણ તાલુકાના આટકોટના મહેમાન બન્યા છે. આટકોટ ખાતે અત્યાધુનિક કે.ડી.પરવાડીયા હોસ્પિટલનું ભાજપના ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરતભાઇ બોઘરા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ લોકાર્પણ કર્યુ છે. આ તકે વડાપ્રધાનનાં સ્વાગત વખતે  શહેર ભાજપ પ્રમુખકમલેશભાઇ મીરાણીનાં વેઇટોલસ અંગે હળવા મુડમાં કહ્ના હતુ કે, હવે તમે તમારા શરીર ઉપર ધ્યાન આપ્યુ ઍમને! તમે મારૂ કહ્ના માન્યુ. સાથો સાથ નરેન્દ્રભાઇ મોદીઍ કેમ છો ‘યુવા મેયર’ કહી રાજકોટનાં પ્રથમ નાગરીક ડો.પ્રદિપ ડવને રંગીલા રાજકોટવાસીઅોના ખબર પણ પુછયા હતા.   
કેમ છો ‘યુવા મેયર’... પ્રથમ નાગરિક પ્રદિપ ડવને રંગીલા રાજકોટવાસીઓના ખબર અંતર પણ પુછયા પીઍમઍ

 

(12:08 pm IST)