Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

જેતપુર પંથકમાં રહેતી પરપ્રાંતિય યુવતિ કુંવારી માતા બનીઃ દિકરીને જન્‍મ આપ્‍યો

બસમાં દુઃખાવો ઉપડતાં રાજકોટ ખસેડાઇ'તીઃ જે શખ્‍સ ભગાડીને લાવ્‍યો તેનું જ સંતાન હોવાનું કથનઃ જેતપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૩૦: જેતપુર પંથકના ગામમાં વાડીમાં રહી મજૂરી કરતી મુળ મધ્‍યપ્રદેશની એક યુવતિ રાજકોટની પીડીયુ હોસ્‍પિટલના ગાયનેક વિભાગમાં દાખલ થઇ હતી. અહિ તેણે દિકરીને જન્‍મ આપ્‍યો છે. તેના લગ્ન થયા ન હોઇ તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.

૨૧ વર્ષની યુવતિ વતનમાંથી પોતાના પ્રેમીની માતા સાથે જેતપુર તરફ આવી રહી હતી ત્‍યારે રાજકોટ પહોંચતા બસમાં હતી ત્‍યારે પેટમાં દુઃખાવો ઉપડતાં તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગાયનેક વિભાગમાં તપાસ થતાં તેણીના પેટમાં પુરા માસનો ગર્ભ હોવાનું ખુલ્‍યું હતુ઼. દરમિયાન તેણીએ આજે દિકરીને જન્‍મ આપ્‍યો હતો. લગ્ન થયા ન હોઇ તબિબે પોલીસને જાણ કરી હતી.

અ યુવતિને મુળ એમપીનો અને હાલ જેતપુર પંથકમાં રહેતો વિકાસ મોકણીયા   અગાઉ ભગાડી લાવ્‍યો હતો. જો કે લગ્ન કરવાના બાકી રહી ગયા હતાં. બાળક પોતાનું જ હોવાનું તેણે કહ્યું હતું. 

(10:57 am IST)