Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

જલજીવડીમાં યુવાન છોકરીને ભગાડી જતાં તેના પિતા પર છરીથી હુમલો

કોળી રમેશભાઇ પીપળીયા પર છોકરીના પિતા વિનોદભાઇએ છરીના ઘા કર્યાઃ પેટમાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩૦: ધારીના જલજીવડી ગામે રહેતાં રમેશભાઇ ભીમભાઇ પીપળીયા (કોળી) (ઉ.વ.૫૦) પર રાતે દસેક વાગ્‍યે છરીથી હુમલો થતાં પેટમાં ત્રણેક ઘા ઝીંકી દેવાતાં ધારી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને સંજયભાઇએ ધારી પોલીસને જાણ કરી હતી. રમેશભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે ખેત મજૂરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે તેનો દિકરો રાજુ બે મહિના પહેલા વિનોદભાઇ કોળીની દિકરીને ભગાડી ગયો હતો. આ બાબતનો ખાર રાખી વિનોદભાઇએ પોતાના પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. 

(6:59 pm IST)