Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

પગ દાઝી ગયો હોઇ કંટાળીને મહેશ બથવારે ગળાફાંસો ખાધો

મુળ ભાવનગરનો યુવાન હાલ રાજકોટ રહે છેઃ ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૦: મુળ ભાવનગરનો વતની અને હાલ નાના મવા સર્કલ પાસે કેટલાક દિવસથી માતા, ભાભી સાથે રહેવા આવેલા મહેશ દેવજીભાઇ બથવાર (ઉ.૩૦) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં જીવ બચાવી લઇ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

મહેશ ચાર બહેન અને બે ભાઇમાં નાનો છે અને સેન્‍ટીંગ કામ કરે છે. તેના  એક પગ પર ગરમ પાણી ઢોળાયું હોઇ તેના કારણે દાઝી ગયો હોઇ સારવાર કરવા છતાં સારું થતું ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. 

(10:50 am IST)