Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રાજકોટ જેલમાં કેદીને આંચકી ઉપડી

રાજકોટ તા. ૩૦: સેન્‍ટ્રલ જેલમાં બેરેક નં. ૫ નવી જેલ નં. ૧માં રખાયેલા કેદી શક્‍તિસિંહ કૃષ્‍ણસિંહ વાળા (ઉ.૨૯)ને સાંજે બેરેકમાં આંચકી ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. રાજકોટના શક્‍તિસિંહ વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. કાચા કામના કેદી તરીકે જેલમાં રખાયેલ છે.

(10:57 am IST)