Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

સી.એ.ના પરિણામમાં પુજીત ટ્રસ્‍ટનો તારલોચમકયોઃ કશ્‍યપ દવેની ઝળહળતી સિધ્‍ધિ

રાજકોટ તા. ર૮: તાજેતરમાં બહાર પડેલ સી.એ.ના રિઝલ્‍ટમાં પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટનાં કશ્‍યપ અરવિંદભાઇ દવે એ ઝળહળતી સિદ્ધિ મેળવી સી.એ.ની ફાઇનલ પરીક્ષા પાસ કરી છે.

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ર૩ વર્ષથી જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જેમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ અને અભ્‍યાસમાં તેજસ્‍વી બાળકો કે જેઓ ધો. ૭ની છમાસિક પરીક્ષામાં ૮પ ટકા કે તેથી વધુ માકર્સ મેળવ્‍યા હોય તેવા વિદ્યાર્થીઓની લેખિત રીક્ષા લઇ શ્રેષ્‍ઠ માર્ક મેળવનાર ર૦ થી રપ વિદ્યાર્થીઓની પસંદગલી કરવામાં આવે છે. તેમનો અભ્‍યાસનો તમામ ખર્ચ સંસ્‍થા ઉઠાવે છે.

જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેકટ અંતર્ગત સને ર૦૧ર-૧૩ ની બેચમાં પસંદ થયેલ દવે કશ્‍યપ એક ચોકકસ ધ્‍યેયને વરેલ. કશ્‍યપ દવેએ CPT અને ઇન્‍ટરમીડીએટ પતંજલિ સ્‍કૂલમાંથી કરેલ જયારે CA ફાઇનલ માટે ઓનલાઇન શિક્ષણ મેળવેલ. આજે CA Final પાસ કરનાર કશ્‍યપ દવે ઇન્‍ટરનેશનલ દરજ્‍જાની કંપનીમાં ફરજ બજાવવાનો ગોલ ધરાવે છે.

આ સિવાય પણ જ્ઞાન પ્રબોધિનિ પ્રોજેકટનાં વિદ્યાર્થીઓ ઉચ્‍ચ ડિગ્રી પ્રાપ્‍ત કરી ડોકટર, એન્‍જીનિયર, ફાર્મસિસ્‍ટ, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, પ્રોફેસર જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી પોતાના પરિવારનાં તારણહાર બન્‍યા છે. તાજેતરમાં જાહેર થયેલ ધો. ૧૦ની બોર્ડની પરીક્ષાનાં પરિણામમાં પણ ટ્રસ્‍ટનાં જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેકટનાં ત્રણ વિદ્યાર્થીઓએ બોર્ડમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું હતું. ઉપરાંત તાજેતરમાં લેવાયેલ JEE નેશનલ લેવલની પરીક્ષ્ચાામાં પણ બાળકોએ ઉત્‍કૃષ્‍ઠ દેખાવ કરેલ છે.

ટ્રસ્‍ટનાં જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેકટનાં કશ્‍યપ દવેને ટરસ્‍ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી ઉપરાંત કમીટી મેમ્‍બર્સ સી. કે. બારોટ, જયેશભાઇ ભટ્ટ, હસુભાઇ ગણાત્રા, ભારતીબેન બારોટ, હિંમતભાઇ માલવીયા, ગીતાબેન તન્‍ના, મીરાબેન મહેતા, ઉપરાંત વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટે અભિનંદન પાઠવ્‍યા છે.

(4:23 pm IST)