Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

રીક્ષામાં મુસાફરોના ખીસ્‍સા હળવા કરતી ટોળકી ભુતખાના ચોક પાસેથી પકડાઇ

એ-ડીવીઝન પોલીસની કામગીરીઃ કેતન ઉર્ફે કાનો, કિશન વ્‍યાસ, કાજલ ઉર્ફે કાજલી અને રેખાની ધરપકડ

રાજકોટ તા. ર૮ : શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી ખીસ્‍સા હળવા કરતી ટોળકીને એ-ડીવીઝન પોલીસે ભુતખાના ચોક પાસેથી ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કુંભણ પાલીતાણાથી એસ.ટી.બસમાં રાજકોટ આવેલા રમેશભાઇ દુદાભાઇ વાઘાણી (ઉ.૬ર) (રહે. કાલાવડ રોડ ક્રિષ્‍ટલ મોલ પાછળ ક્રિષ્‍ના પાર્કમાં)ને ત્રીકોણબાગ પાસેથી રીક્ષામાં બેસાડી ‘સંકળાસ થાય છે' તેવુ બહાનુ કરી રીક્ષામાં બેઠેલા શખ્‍સે વૃધ્‍ધની નજર ચુકવી રૂા.ર૦ હજાર સેરવી લઇ વૃધ્‍ધને ત્રીકોણબાગ નજીક ઉતારી દીધા હતા આ બનાવની વૃધ્‍ધે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી દરમ્‍યાન કોન્‍સ જયરાજસિં કોટીલા, સાગરદાનભાઇ દાંતી અને જગદીશભાઇ વાંકને બાતમી મળતા ભુતખાના ચોકમાંથી કેતન ઉર્ફે કાનો હર્ષદભાઇ મંકોડીયા (ઉ.૩૪) (રહે. દુધની ડેરી ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે), કિશન નટુભાઇ વ્‍યાસ (ઉ.પ૧) (રહે. ચુનારાવાડ બાપાસીતારામનગર શેરી નં. ૭) કાજલ ઉર્ફે કાજલી કિશનભાઇ દેત્રોજા (ઉ.રપ) (રહે. આજીડેમ ચોકડી માંડાડુંગર પાસ) અને રેખા પ્રકાશભાઇ પરમાર (ઉ.૪૦)  (રહે. કુબલીયાપરા)ને પકડી લઇ રૂા.ર૦ હજાર રોકડ તથા જીજે. ૩ એયુ ૮૮૬ નંબરની રીક્ષા કબજે કરી હતી કેતન ઉર્ફે કાનો દારૂ સહિતના ત્રણ ગુન્‍હામાં  તથા કાજલ દેત્રોજા ચોરી સહિતના આઠ ગુન્‍હામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે.

 આ કામગીરી પી.આઇ., સી. જી. જોષી તથા પી.એસ.આઇ. ટી.ડી.ચુડાસમાં તથા એ.એસ.આઇ. બી.વી. ગોહીલ, એચ. આર. ચાનીયા, કોન્‍સ જયરાજસિંહ કોટીલા, કોન્‍સ સાગરદાન દાતી, કોન્‍સ જગદીશભાઇ વાંક, કોન્‍સ ભગીરથસિંહ ઝાલા, કોન્‍સ હરપાલસિંહ, જાડેજા, કોન્‍સ હરવિજયસિંહ ગોહીલ, કોન્‍સ અશ્વિનભાઇ પંપાણીયા દ્વારા કરવામાં આવી હતી.

(4:29 pm IST)