Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

યુનિવર્સિટી રોડ-મવડી વિસ્‍તારની ૩૩ પાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગઃ ૭ને નોટીસ

કુવાડવા રોડ પર કૃષ્‍ણમ ટી સ્‍ટોલમાંથી ચાનો નમૂનો લેવાયો

રાજકોટ તા. ર૮ : મહાનગર પાલિકાના ફુડ વિભાગના ફુડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન દ્વારા બાલાજી હોલ, ખીજળાવાળો મેઇન રોડ વિસ્‍તારમાં કુલ ૧૮ ખાણીપીણીના ધંધાર્થીના ચકાસણી કરવામાં આવેલ આ ચકાસણી દરમિયાન વેચાણ થતા ઠંડાપીણા, દુધ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ૧૩ નમુનાની સ્‍થળ પર આપવામાં આવેલ.
જયારે યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક વિસ્‍તારમાં વેપારીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ આ ચકાસણી દરમિયાન ૭ ને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ (૧) ચા (પ્રિપેર્ડ-લૂઝ) નો નમુનો કૃષ્‍ણમ ટી સ્‍ટોલ સદ્દગુરૂ શોપિંગ સેન્‍ટર, આશ્રમ ચેવડાવાળા પાસે, કુવાડવા રોડ ખાતેથી લેવામાં આવ્‍યો છ.ે

 

(4:02 pm IST)