Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

પુજીત રૂપાણી ટ્રસ્‍ટ દ્વારા વિનામૂલ્‍યે દંત ચિકિત્‍સા અને રાહતદરે સારવાર કેમ્‍પ

રાજકોટ : શહેરના પછાત તથા છેવાડાના વિસ્‍તારોમાં વસતા પરિવારો માટે છેલ્લા ર૭ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી સંસ્‍થા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના ઉપક્રમે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહકાર સાથે વિનામૂલ્‍યે દાંતના રોગોનો કેમ્‍પ ભાવનગર રોડ, આર.એમ.સી. ઇસ્‍ટ ઝોન ઓફિસ સામે આવેલ ટ્રસ્‍ટનાં ભવન ‘‘કલ્લોલ'' ખાતે યોજવામાં આવ્‍યો હતો. કેમ્‍પમાં ઉદ્‌્‌ઘાટન તરીકે રાજકોટના જાણીતા સ્‍કીન તબીબ ડો. ચેતનભાઇ લાલસેતા ઉપરાંત અમેરિકાના વિખ્‍યાત ડો. નમ્રતા ઉપાધ્‍યાય ત્રિવેદી ખાસ ઉપસ્‍થિત રહી સેવામાં જોડાયા હતા. સાથે સાથે ડોકટર બિંદનભાઇ શાહ, ડો. સેજલ શાહ, ડો. પ્રિયા હરસોડા, ડો. જિનિશાબા સોઢા તથા ડો. ગૌતમીબેન સંઘાણીએ આ કેમ્‍પમાં સેવા આપી હતી. જેનો ૧રર જેટલા દર્દીઓને લાભ લીધો હતો.  પ્રસ્‍તાવિક ઉદ્‌્‌બોધન કરતા ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાયએ ટ્રસ્‍ટની અન્‍ય પ્રવૃત્તિઓ જેવી કે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ, કચરો વીણતા બાળકોને શિક્ષણ સાથે સંસ્‍કાર આપવાનું, બાળ સંગમ, બહેનો માટે સિવણ વર્ગ, કોમ્‍પ્‍યુટર વર્ગ વગેરે ઉપરાંત ટ્રસ્‍ટના બિલ્‍ડીંગમાં દરરોજ ટોકનદરે ઓપીડી સેન્‍ટર તેમજ નકકી કરેલા દિવસોસ્ત્રીરોગ, બાળકોનાં દર્દો, આંખ, કાન-નાક-ગળાના દર્દો સહિતના તમામ દર્દીની સારવાર માટે શહેરના અગ્રણી ડોકટરોની સેવાઓ વિશે માહિતી આપી હતી. ટ્રસ્‍ટનાં એકસ-રે વિભાગ તથા લેબોરેટરીમાં તદન રાહતદરે કરી અપાતા પરીક્ષણોની પણ માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં  કેમ્‍પના ઉદ્‌્‌ઘાટક તરીકે પધારેલા ચેતનભાઇ લાલસેતા તથા ડો. નમ્રતાબેન ઉપાધ્‍યાય ત્રિવેદીનું શાલ ઓઢાડી અને બુકે આપી બહુમાન કરવામાં આવેલ. સ્‍વાગત વિધિમાં ટ્રસ્‍ટી મહેશભાઇ ભટ્ટ તથા કિમટી મેમ્‍બર્સ દિવ્‍યેશભાઇ અધેરા, બીપીનભાઇ વાસ, ડો. વિભાકરભાઇ વચ્‍છરાજાની, દિવ્‍યેશભાઇ અધેરા, બીપીનભાઇ વસા ઉપરાંત ટ્રસ્‍ટના ડો. જસ્‍મિતાબેન ચાવડા, ડો. મિનલબેન ત્રિવેદી વગેરેએ કેમ્‍પમાં સેવા આપનાર ડોકટરોને બુકે આપી સ્‍વાગત કરેલ. આ કેમ્‍પમાં રાજકોટના ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ડો. પારસભાઇ શાહ, મહિલા કોર્પોરેટર દર્શનાબેન પંડયા, લીલુબેન જાદવ, મિનલબેન લાઠીયા, પ્રભારી માધુરીબેન ભાલાળા, શિક્ષણ સમિતિના સભ્‍ય તેજસભાઇ ત્રિવેદી, જાણીતા બિલ્‍ડર વિક્રમભાઇ સંઘાણી તથા સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હીમાંશુભાઇ શાહ, કામધેનુ ગાશાળાનાં ટ્રસ્‍ટી વિશાલભાઇ આહ્યાં વોર્ડ નં.૧ ના મહામંત્રી કાનાભાઇ સતવારા પણ ઉપસ્‍થિત રહેલ.  શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત યોજાયેલા દંતરોગ કેમ્‍પનાં ઉદ્‌્‌ઘાટન સમારોહનું સંચાલક ટ્રસ્‍ટના અગ્રણી હસુભાઇ ગણાત્રાએ ર્કુ હતુ. જયારે આભાર વિધિ ડો. નયનભાઇ કરી હતી. ટ્રસ્‍ટના ચેરમેન વિજયભાઇ રૂપાણીએ કેમ્‍પને શુભેચ્‍છા પાઠવી હતી. સગમ્ર કેમ્‍પને યશસ્‍વી બનાવવા શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા મહેશભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મેડિકલ કમિટી મેમ્‍બર્સ અમીનેશભાઇ રૂપાણી, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્‍છરાજાની, દિવ્‍યેશભાઇ અઘેરા, બીપીનભાઇ વસા, કાર્યકર્તાઓ મહેશભાઇ પરમાર, કિશોરભાઇ ગમારા, એન.જી. પરમાર, પ્રફુલભાઇ સંઘાણી, રાજુભાઇ શેઠ, હરેશભાઇ ચાંચિયા, જિજ્ઞેશભાઇ રત્‍નોતર, નિરદભાઇ ભટ્ટ ઉપરાંત ટ્રસ્‍ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, કો-ઓર્ડિનેટર જયદીપભાઇ ગોહિલ, નિરાલીબેન રાઠોડ, કર્મચારીઓ શીતલબા ઝાલા, કાંતિભાઇ નિરંજની, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, નેહાબેન સોલંકી, વર્ષાબેન મકવાણા, પ્રવીણભાઇ ખોખર, દિપકભાઇ જોષી, દેવજીભાઇ પરમાર, જિજ્ઞાબેન સોલંકી, છાયાબેન ઓળકીયા, અસ્‍મિતા નારીયાણી, જયશ્રીબેન ગોઢાણિયા, જયેશભાઇ ધોકીયા, ડો.મીનલબેન ત્રિવેદી, ડો. જાસ્‍મિતાબેન ચાવડા, ડો. નેન્‍સી ડોબરિયા, ડો. દૃષ્‍ટિ ગઢીયા, ડો. નીતા ગોતી, ડો. માનસી રાજાણી, ડો. સોમૈયા સોરા, જાનકીબેન રામાણી વગેરે જહેમત ઉઠાવેલ હતી.

(3:33 pm IST)