Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

સરગમ ચિલ્‍ડ્રન કલબ દ્વારા પપેટ શો-કોમેડી શો

 સરગમ ચિલ્‍ડ્રન કલબના સભ્‍યો માટે ડ્રોઇંગ કોમ્‍પીટીશનનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. તેમાં કુલ ૩૨૫ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બે ગ્રુપમાંથી ૧૫+૧૫ એમ કુલ ૩૦ બાળકો વિજેતા થયા અને આકર્ષણ સર્ટિફીકેટ તથા ગીફટ સાથે આપવામાં આવી. સ્‍વાગત પ્રવચન ગુણવંતભાઇ ડેલાવાળાએ અનને આભાર વિધી અલ્‍કાબેન ધામેલીયાએ કરેલ હતી. સાથે હેમુગઢવી હોલમાં મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મેલોડી કલર્સ ઓરકેષ્‍ટ્રાના કલાકાર સેફુદીન ત્રિવેદી, નિલેષભાઇ વસાવડા, કાજલ કથ્રેરચા અને દેવાંશી ચાંગેલા સાથે મિલનભાઇ ત્રિવેદી દ્વારા પપેટ શો તેમજ કોમેડી શો રાખેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના  સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન નીચે લેડીઝ કલબના કમિટી મેમ્‍બર ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ડો.મધુરિકાબેન જાડેજા, અલ્‍કાબેન ધામેલીયા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, છાયાબેન દવે, જયશ્રીબેન વ્‍યાસ, પુજાબેન વાળા આ તમામ લેડીઝ કલબના કમિટી મેમ્‍બરએ જહેમત ઉઠાવી હતી.

(3:31 pm IST)