Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

ઓકસફર્ડ યુનિવર્સિટી સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ ક્ષેત્રે સ્કોલરશીપ મેળવો

સ્નાતક ડીગ્રી ધારકો, છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજયુએશન માટે શિષ્યવૃત્તિ : રમત-ગમતમાં હોનહાર ખેલાડીઓ માટે સ્પેશ્યલ સ્પોર્ટસ સ્કોલરશીપ ઉપલબ્ધ : સ્નાતક એન્જીનીયરીંગ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ માટે પણ સોનેરી તક

રાજકોટ તા. ર૮ : જ્ઞાન, માહિતી અને ઉચ્ચ શિક્ષણના આજના યુગમાં સોનેરી ભવિષ્ય બનાવવા માટે યુવાધન સતત આતુર હોય છે. મનગમતી કારકીર્દીનું ઘડતર કરવા માટે વિદ્યાર્થીઓ ખૂબ પ્રયત્નશીલ રહેતા હોય છે. ઉચ્ચ શિક્ષણના સંગાથે સમાજમાં માન-મોભો મેળવવા હાલમાં વિવિધ ક્ષેત્રે સ્કોલરશીપ પણ મળી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો...
* ધ રોડસ સ્કોલરશીપ ફોર ઇન્ડિયા ર૦રર-ર૩ અંતર્ગત રોડસ ટ્રસ્ટ (ઓકસફર્ડ યુનિવર્સિટી) દ્વારા ભારતીય સ્નાતક ડીગ્રી ધારકોને સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ચારિત્ર્ય ધરાવતા યુવા નેતાઓ માટે છે કે જેઓ વૈશ્વિક પડકારોનો સામનો કરવા ઉત્સુક હોય અને અન્ય લોકોની સેવા કરવા તૈયાર હોય, ઉપરાંત દુનિયાના ભવિષ્ય માટે મુલ્યવાન રાજનેતા બનવા માટે વચન આપતા હોય. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ  ૧-૮-ર૦રર છે. પસંદ થનાર ઉમેદવારોને ફુલ ટાઇમ પોસ્ટ ગ્રેજયુએશન કરવા માટે આર્થિક સહયોગ મળવાપાત્ર થશે.
- અરજી કરવા માટેની પાત્રતા
૧૮ વર્ષથી ઓછી ઉમર ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ સ્નાતક હોય અથવા તો જુલાઇ ર૦ર૩ સુધીમાં સ્નાતક થઇ જવાના હોય અને ધોરણ ૧૦ થી ૧ર અથવા સમકક્ષ કક્ષામાં ઉતિર્ણ થયા હોય તેઓ અરજીપાત્ર છે. અથવા તો ભારતની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હોય અથવા તો  સ્નાતકના છેલ્લા વર્ષમાં હોય તેઓ અરજીપાત્ર છે. યુનિવર્સિટીની કક્ષા મુજબ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં પણ કુશળ હોવા જરૃરી છે.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in./akila/TRS2
*  કીપ ઇન્ડિયા સ્માઇલીંગ ફાઉન્ડેશનલ સ્કોલરશીપ પ્રોગ્રામ ફોર સ્પોર્ટસ પર્સનસ અંતર્ગત કોલગેટ-પામોલીવ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા આ રમત ગમત સંદર્ભે અપાતી શિષ્યવૃતિ માટે યુવા ખેલાડીઓ પાસેથી પ્રશિક્ષણ, તબીબી તથા અન્ય ખર્ચાઓ માટે આર્થિક સહયોગ આપવા સંદર્ભે અરજીઓ મંગાવવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો હેતુ રમત ગમતમાં હોનહાર ખેલાડીઓ પોતાનઁુ પ્રશિક્ષણ ચાલુ રાખી શકે અને વધુ સારી રીતે પ્રોફેશનલ સ્પોર્ટસ કરિઅર બનાવી શકે તે માટે પ્રોત્સાહન આપવાનો છે.
પસંદ થનાર ખેલાડીને ત્રણ વર્ષ માટે ફીટનેસ, તંદુરસ્તી-હેલ્થનું ધ્યાન રાખવા માટે, પ્રશિક્ષણ અને પ્ર-શાસનિક ખર્ચાઓ માટે દર વર્ષે ૭પ હજાર રૃપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૩૧-૮-રર છે.
- અરજી કરવા માટેની પાત્રતા
જે ભારતીય ખેલાડીઓએ પોતાની સંબંધિત રમત-સ્પોર્ટસમાં જીલ્લા કક્ષાએ, રાજય કક્ષાએ અથવા તો રાષ્ટ્રીય કક્ષાએ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યુ હોય અને પ૦૦ (રાષ્ટ્રીય કક્ષાએ), ૧૦૦ (રાજયકક્ષાએ) અથવા ૧૦ (જીલ્લા કક્ષાએ)ની અંદર નંબર પ્રાપ્ત કર્યો હોય તેઓ અરજીપાત્ર છે. અરજદારોના પરિવારની કુલ વાર્ષિક આવક પ લાખ રૃપિયાથી ઓછી હોવી જોઇએ.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in./akila/CSP2
*  આઇ. ઇ. ટી. ઇન્ડિયા સ્કોલરશીપ એવોર્ડસ ર૦રર અંતર્ગત ધ ઇન્સ્ટી-ટયુશન ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (IET) દ્વારા એન્જીનીયરીંગ સ્નાતકો માટે તેઓની રચનાત્મકતા, નવા વિચારો, નેતૃત્વ અને ઉત્કૃષ્ટતાને ઇનામ આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ સ્કોલરશીપનો હેતુ ભારતના ભવિષ્યના એન્જીનીયરોને ઓળખવા અને તેઓને પ્રોત્સાહીત કરવાનો ેછે. પસંદ થનાર વિદ્યાર્થીઓને દસ લાખ રૃપિયાની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧-૮-ર૦રર છે.
- અરજી કરવા માટેની પાત્રતા
AICTE/UGC માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોઇપણ સ્ટ્રીમ ક્ષેત્રમાં ફુલટાઇમ - નિયમિત એન્જીનીયરીંગ સ્નાતકના કોર્ષમાં એક થી ચાર વર્ષમાં કોઇપણ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી પાત્ર છે. આ  સ્કોલરશીપ લેટસ એન્ટ્રીદ્વારા બી. ટેક. પ્રોગ્રામના બીજા વર્ષમાં જોડાનાર વિદ્યાર્થીઓ માટે પણ છે. તેઓએ પ્રથમ પ્રયત્ને જ તમામ નિયમિત ક્રેડીટ કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ. અરજદારોને અત્યાર  સુધી પાસ કરેલા સેમેસ્ટરમાં ઓછામાં ઓછા ૬૦ ટકા એગ્રીગેટ અથવા તેને સમકક્ષ ૧૦ માંથી ઓછામાં ઓછા ૬.પ (સાડા છ) સીજીપીએ સ્કોર હોવો જરૃરી છે.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in./akila/IET2
ઉચ્ચ અભ્યાસની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

 

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.
www.buddy 4 study.com
info@buddy4study.com

 

(10:49 am IST)