Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કોઠારીયા રોડ ઉપરથી જુગાર રમતા પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૮: જુગારનાં ગુનામાં સંડોવાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ભકિતનગર પોલીસ સ્‍ટેશનનાં પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ મહેન્‍દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા વિગેરે સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્‍યારે સ્‍ટાફના માણસોને એવી બાતમી મળેલ કે, બાલાજી પાર્ક મેઇન રોડ, લિજજત પાપડની સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે આવેલ સંદીપ ભુદરભાઇ દેત્રોજાના કબજા-ભોગવટાની ભાડાની મારૂતિ ટાઇલ્‍સ નામની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગારનો અખાડો ચલાવે છે. જેથી તેઓએ બાતમી વાળી જગ્‍યાએ રેડ કરતા (૧) સંદીપ ભુદરભાઇ દેત્રોજા, (ર) મહેશ બાબુભાઇ રૈયાણી, (૩) સંજય જસમતભાઇ કાપડીયા, (૪) નિલેશ મનસુખભાઇ ખુંટ (પ) રણછોડ લક્ષમણભાઇ સુવાગીયા બધા જુગાર રમતા મળી આવતા તેઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધાયો હતો.

ત્‍યારબાદ ઉપરોકત કેસ ચાલતા કોર્ટમાં મૌખીક પુરાવાઓ તથા દસ્‍તાવેજી પુરાવા ફરીયાદ પક્ષે રજુ રાખેલ હતા. જે કામમાં સર્વોચ્‍ચ અદાલતના પ્રતિપાદીત થયેલ સિધ્‍ધાત મુજબ જયારે અન્‍ય કોઇ સ્‍વતંત્ર સાહેદ તપાસેલા ન હોય અને પંચ સાહેદ હોસ્‍ટાઇલ થયેલા હોય ત્‍યારે માત્ર તપાસ કરનાર અધિકારી તથા પોલીસ સાહેદોના જુબાનીને કારણે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં. જે ધ્‍યાને લઇ નામદાર કોર્ટે આઠેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી સાતેય આરોપીનો (૧) સંદીપ ભુદરભાઇ દેત્રોજા, (ર) મહેશ બાબુભાઇ રૈયાણી (૩) સંજય જસમતભાઇ કાપડીયા (૪) નિલેશ મનસુખભાઇ ખુંટ (પ) રણછોડ લક્ષમણભાઇ સુવાગીયા વતી રાજકોટના ધારાશાષાી અમીત એન. જનાણી, અજયભાઇ મણીયાર, અભય ખખ્‍ખર, ઇકબાલ થૈયમ તથા કપિલ કોટેચા રોકાયેલા હતા.

(4:30 pm IST)