Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ૧૧ કરોડના ખર્ચે સોમનાથ ખાતે ઉમા અતિથિગૃહનું લોકાર્પણ

સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહનું નિર્માણ

રજતજયંતિ મહોત્‍સવ બાદ ઉમિયાધામ દ્વારા પાંચ પ્રોજેકટ સાકાર થયાઃ જયેશ પટેલ

અયોધ્‍યામાં ઉમિયાધામ સિદસર દ્વારા અતિથિ ભવનનું નિર્માણ થશેઃ જેરામભાઈ વાંસજાળીયા

કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલાની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિઃ કુપોષણ હટાવવા પાટીદાર સમાજને હાંકલ

દાતાઓના દાનની સાથે કાર્યકરનું સમયદાન પણ મહત્‍વનું છેઃ મૌલેશભાઈ ઉકાણી

રાજકોટ,તા.૨૮: ભગવાન શંકરનાં ૧૨ જયોર્તિલીંગ પૈકીનાં પ્રથમ  એવા સોમનાથ ખાતે આવનાર હજારો દર્શનાર્થીઓને ઉત્તમ ઉતારાની વ્‍યવસ્‍થા મળી રહે તે હેતુસર ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા યાત્રાધામ સોમનાથ ખાતે ભવ્‍ય અતિથિ ગૃહનો લોકાર્પણ સમારોહ સોમનાથ ખાતે યોજાયો હતો.

મુત્‍યંજય મહાકાલ શિવનું પ્રગટ જયોર્તિલીંગ સ્‍વરૂપ એવા સોમનાથમાં દર્શનાર્થે  કડવા પાટીદાર સમાજના યાત્રીકોને સમાજના જ અત્તિથિગળહની સુવિધા મળી રહે તેવું વિચારબીજ વડીલો દ્વારા વર્ષોથી વાવેલ હતું. સોમનાથ ખાતે સોમનાથ બાયપાસ સર્કલ મીઠાપુર વિલેજ રોડ, માં અતિ સુવિધાસભર અતિથિગુહનું નિર્માણ પુર્ણ થયું આ અતિથિગૃહમાં એ.સી. રૂમ, સ્‍યુટ રૂમ, ડીલકસ રૂમ, ડોરમેટરી, મલ્‍ટીપરપઝ હોલ, ડાયનીંગ હોલ, કિચન, પાકીંગ, લીફટ, જનરેટર વિગેરે સુવિધાઓ ઉપલ્‍બધ છે.

સોમનાથ ખાતે યોજાયેલ શ્રીમતી લાભુબેન ડાયાભાઇ ઉકાણી ઉમા અતિથિગૃહના લોકાર્પણ સમારોહમાં દિપ પ્રાગટય અમીતાબેન નટુભાઇ ઉકાણી, સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, કુંદનબેન ધનજીભાઇ માકાસણા- વઢવાણ, સવિતાબેન પરસોતમભાઇ વરમોરા- મોરબી, શારદાબેન ભુદરદાસ પટેલ- અમદાવાદ, વિજયાબેન જીવનભાઇ ગોવાણી- રાજકોટ, વસંતાબેન ગોવિંદભાઇ વરમોરા- મોરબી, વિજયાબેન જેરામભાઇ વાંસજાળીયા- રાજકોટ નિશાબેન રાજનભાઇ વડાલીયા- રાજકોટ, શોભનાબેન મનસુખભાઇ પાણ- રાજકોટ, જ્‍યોતિબેન સંજયભાઇ કોરડીયા-જુનાગઢ , કાંતાબેન વિઠ્ઠલભાઇ માકડીયા-જામનગરના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ.

સમારોહ અધ્‍યક્ષ તરીકે વર્ચ્‍યુઅલ સંબોધન માં કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલા ઍ જણાવ્‍યુ હતુ કે ભારતના સૌથી પ્રાચીન તિર્થધામ અને ભગવાન ભોળાનાથ પ્રથમ જયોતિલીંગ ગણાતા સોમનાથ ખાતે યાત્રાળુઓ માટે આધુનિક અતિથિભવનના નિર્માણની વ્‍યવસ્‍થા બદલ ઉમિયાધામ સિદસરને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે ઉકાણી પરિવારના ૧.૮ર કરોડની સખાવતને બિરદાવી હતી. સૌરાષ્‍ટ્ર ગુજરાતના પાટીદાર સમાજના સમાજીક ક્ષેત્રે ઉમદા નેતળત્‍વ બદલ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાની સરાહના કરી હતી. સોમનાથના અતિથિગળહથી સામાજીક રચના, સામાજીક અભિગમ અને પાટીદાર સમાજની વાત થશે. શ્રી રૂપાલાએ લોકાર્પણ પ્રસંગે પાટીદાર સમાજને શિખ આપતા જણાવ્‍યુ હતુ કે આપણો સમાજ અને સંસ્‍થાઓ શકિતશાળી છે ત્‍યારે કુપોષણ જેવી રાષ્‍ટ્રીય સમસ્‍યામાં સરકાર સાથે મળી યોગ્‍ય દિશામાં કામ કરવામાં આવે તો આવી સમસ્‍યાનો ઉકેલ આવી શકે તેમજ પાટીદાર સમાજ રાષ્‍ટ્રીય નિર્માણમાં યશના ભાગીદાર બની શકે છે.

સોમનાથ અત્તિથિગળહના મુખ્‍યદાતા પરિવારના અને ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલશભાઇ ઉકાણીઍ જણાવ્‍યુ હતુ કે દાતાઓનું દાન તો સરવૈયામાં લખાય છે. પરંતુ કાર્યકરોનું સમયદાન ખુબ મહત્‍વનું છે. તેમણે દ્રષ્ટાંત આપતા જણાવ્‍યુ હતુ કે રા. ર૦નું નારીયેળ ભગવાનને ધરતાં જ પ્રસાદ બની જાય છે તેમ મારો નહી પણ આપણો સમાજની ભાવના કેળવાય તો એક નવા જ સમાજનું નિર્માથ થાય છે. શ્રી ઉકાણીએ ‘મંદિરમે હાથ જોડે જાતે હૈ, મસ્‍જીદ મેં હાથ ફેલાયે જાતે હે ઓર પાટીદાર પરિવારમેં હાથ મિલાય જાતે હે'

લોકાર્પણ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ જણાવ્‍યુ હતુ કે સમાજના સર્વાગી વિકાસ માટે દાતાઓ તરફથી દાન મળે છે અને કાર્યકર્તાઓની મહેનતથી સંસ્‍થાને હુંફ મળે છે ત્‍યારે ઉમિયા માતાજી મંદિર સંસ્‍થાન સિદસરમાં ૧૦૧ દાતા ટ્રસ્‍ટીઓનો સમાવેશ કરી આગામી દિવસોમાં શ્રીરામની જન્‍મભૂમી અયોધ્‍યા ખાતે પણ અતિથિભવન બનાવશે તેમજ રાજકોટના ઇશ્વરીયા ખાતે આધુનીક શૈક્ષણિક સંકુલ બનશે.

આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઇ પટેલે જણાવ્‍યુ હતુ કે ર૦૧ર ના મહોત્‍સવ પછી ઉમિયા ધામ સિદસર, રાજકોટ ઉમાભવન, ઇશ્વરીયા શૈક્ષણિક પ્રોજેકટ, દ્વારકા અને સોમનાથ ખાતે અતિથિભવનનું નિર્માણ જેવા પાંચ મહત્‍વના પ્રોજેકટ મંદિરઁ સંસ્‍થાન દ્વારા થયા છે. આ પ્રસંગે ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા તથા ટ્રસ્‍ટી ગોવિંદભાઇ વરમોરાએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યા હતા. ઉમિયા પરિવારના તંત્રી ડો. જયેશભાઇ વાછાણી એ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ સિદસરનું મુખપત્ર ‘ઉમિયા પરિવાર' માતાજીના પ્રસાદ રૂપે હર ધર પહોંચે અને વાંચનથી વિચાર આવે અને વિચારથી વિકાસ આવે તેમ જણાવ્‍યુ હતુ. કાર્યક્રમમાં સવાગત પ્રવચન સંજયભાઇ કરોડીયાએ સંસ્‍થા પરિચય ડો. સુરેશ માખણસાએ, આભારવિધી ચિમનભાઇ સાપરીયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કૌશીકભાઇ રાબડીયાએ કયુ હતુ.

સોમનાથ પ્રોજેકટમાં દાન આપનાર તમામ દિલેર દાતાઓના અદકેરા સન્‍માન ઉમિયાધામ સિદસરના આગેવાનો દ્વારા કરવામાં આવ્‍યા હતા. સોમનાથ ખાતે નિર્મિત અતિથિગૃહના નિર્માણમાં મુખ્‍યદાતા તરીકે જેઓનો આર્થીક સહયોગ પ્રાપ્‍ત થયો છે. તેવા ઉકાણી પરિવાર અમિતાબેન નટુભાઇ ઉકાણી તથા સોનલબેન મૌલેશભાઇ ઉકાણી ધનજીભાઇ આણંદજીભાઇ માકાસણા-વઢવાણ, સવિતાબેન પરસોતમભાઇ વરમોરા-મોરબી, હાઇબોન્‍ડ સિમેન્‍ટ (ઇન્‍ડિયા) પ્રા.લી.-રાજકોટના વલ્લભભાઇ વડાલીયા તથા અરવિંદભાઇ પાણ, શૈલેષભાઇ મોતીભાઇ પટેલ- અમદાવાદ, બાબુભાઇ જમનાદાસ પટેલ-અમદાવાદ, ગોવિંદભાઇ ગણેશભાઇ વરમોરા- મોરબી, જીવનલાલ ગોરધનભાઇ ગોવાણી, કાંતીભાઇ પટેલ રામ-અમદાવાદ, જેરામભાઇ ગોવિંદભાઇ વાંસજાળિયા-રાજકોટ, કળષ્‍ણદાસ વલ્લભદાસ કોરડીયા- જુનાગઢ, રૂક્ષ્મણીબેન ભગવાનજીભાઇ ઉકાણી- વડોદરા, જગદીશચંદ્ર રાજાભાઇ કોટડીયા-રાજકોટ, નાથાભાઇ મુળજીભાઇ કાલરીયા- રાજકોટ, કાંતીભાઇ માકડીયા- રાજકોટ, નયનાબેન મહેન્‍દ્રભાઇ હીરાલાલ ઓઝા- અમેરીકા, સી.કે.પટેલ-અમદાવાદ, અરવિંદભાઇ ભોવાનભાઇ ફળદુ- મોરબી, પ્રહલાદભાઇ કામેશ્વર-અમદાવાદ, જયંતીભાઇ એસ.પટેલ- અમદાવાદ, બાબુભાઇ પટેલ- અમદાવાદ, ભગવાનદાસ ખોડાભાઇ સવસાણી-સુરત વિગેરેના સન્‍માન થયા હતા.

ઉદ્‌ઘાટક તરીકે મૌલેશભાઇ ઉકાણી નટુભાઇ ઉકાણી તથા સમગ્ર ઉકાણી પરિવાર (બાન લેબ) ઉપસ્‍થિત રહયો હતો. લોકાર્પણ સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન ઉઝાના ઉપપ્રમુખ ગટોરભાઇ પટેલ, ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના પ્રમુખ વાલજીભાઇ ફળદુ, ઉમાભવન રાજકોટના મુખ્‍ય દાતા જીવનભાઇ ગોવાણી, વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન અમદાવાદના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, અતિથિ વિશેષ તરીકે ઉમિયા માતાજી મંદિર સિદસરના પૂર્વ પ્રમુખ બી.એચ.ઘોડાસરા, શ્રી ઉમિયા શૈક્ષણીક સંકુલ વિરપુર ગીરના પ્રમુખ નરશીભાઇ મકવાણા, શ્રી પટેલ કેળવણી મંડળ જુનાગઢના મેનેજીંગ ટ્રસ્‍ટી કાંતીભાઇ ફળદુ, શ્રી પટેલ કેળવણી મંડળ જુનાગઢના પ્રમુખ સવજીભાઇ મેનપરા, શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદના જયેશભાઇ લાડાણી ઉપસ્‍થિત રહયા હતા. આ લતાકાર્પણ સમારોહમાં શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સમગ્ર ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સમિતી સભ્‍યો ઉપસ્‍થિત રહયા હતા. આ લોકાર્પણ સમારોહ ને સફળ બનાવવા માટે સંજયભાઇ કોરડીયા, ડો. સુરેશ માખણસા, પરેશભાઇ હાંસલિયા મગનભાઇ લાડાણી એ જહેમત ઉઠાવી હતી. તેમ સિદસર પ્રેસ એન્‍ડ મીડીયા સમીતીના કન્‍વીનર રજની ગોલની યાદીમાં જણાવાયુ છે.

(3:37 pm IST)