Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

જી.ટી.યુ.ની સોફ્ટ ટેનિસ ટીમ એ નેશનલ માં ગોલ્ડ મેડલ મેળવ્યો.

રાજકોટ : એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી ના નેજા હેઠળ ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશભરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ રમતમાં ભાગ લે છે તાજેતરમાં એમ.જી.એમ. યુનિવર્સિટી ઓરંગાબાદ ખાતે ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી સોફ્ટ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની નામાંકિત યુનિવર્સિટી માં અભ્યાસ કરતા ખેલાડીઓ એ ના મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

 

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના હંસલ શાહ, હેરક વોરા, હેમય સોરઠીયા, ફાલ્ગુન પટેલ, પ્રકાશ વાઘેલા એ અનિકેત પટેલની કેપ્ટન્સી માં રાષ્ટ્રીય સ્તરની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જીટીયુનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

 

જીટીયુ તરફથી ખેલાડીઓને સ્પોર્ટ કોમ્પ્લેક્સ,મણીનગર અમદાવાદ ખાતે સ્પર્ધા પહેલા કેમ્પ રાખી સઘન તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર પછી સ્પર્ધામાં ટીમે ભાગ લીધો હતો.

 

આંતર યુનિવર્સિટી ની આ નેશનલ સ્પર્ધામાં સેમિફાઇનલમાં ચંડીગઢ યુનિવર્સિટી, મોહાલી ને ૨-૦ થી પરાજિત કરી જીટીયુની ટીમને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલ સ્પર્ધામાં પંજાબી યુનિવર્સિટી, પટિયાલા, પંજાબ ને સામે હતી. ફાઇનલ સ્પર્ધામાં પ્રથમ ડબલ્સ મેચમાં અનિકેત પટેલ અને હેરક વોરા ની જોડી એ સીધા સેટમાં પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી મેચ ઉપર પોતાની પકડ મજબૂત કરી હતી. ત્યાર પછીની singles મેચમાં હંસલ શાહે સુંદર કૌશલ્યનું પ્રદર્શન કરતા પ્રતિસ્પર્ધીને ફરાવી ઇતિહાસ સર્જ્યો હતો અને જીટીયુએ તેના ઇતિહાસમાં પ્રથમ ચેમ્પિયનશિપ મેળવી હતી. આમ પ્રથમ વાર કોઈ રમતગમતની રાષ્ટ્રીય સ્પર્ધામાં જીતીને પ્રથમ ચેમ્પિયનશિપ મળી હતી.

 

જીટીયુના કુલપતિશ્રી પ્રો.(ડૉ.)નવીન શેઠ એ જણાવ્યું હતું કે "એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ રમતગમત ક્ષેત્રે ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે તે આ ટીમે સાબિત કરી બતાવ્યું છે".

 

સોફ્ટ ટેનિસ ની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પરત ફરી ત્યારે તેમનો જીટીયુ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે જીટીયુના  વી.સી. ડોક્ટર નવીન શેઠ, રજીસ્ટ્રાર ડોક્ટર કે. એન. ખેર અને ગુજરાતના ભૂતપૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણી સરની વિશેષ ઉપસ્થિતિમાં ટીમના ખેલાડીઓને સન્માન કરવામાં આવ્યું અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા.

(1:30 pm IST)