Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના પરિક્ષાર્થીઓને પુરી પાડશે મદદ

રાજકોટઃ આગામી તા:-૨૮/૦૩/૨૦૨૨થી ગુજરાત માધ્યમીક બોર્ડ તથા ઉચ્ચત્તર માધ્યમીક બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે આ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોચતા પહેલા રસ્તામાં કોઇ વાહનની યાંત્રીક ખરાબી કે ના કારણે પરિક્ષા કેન્દ્ર પર પહોચવામાં તકલીફ ઉદભવે તો તાત્કાલીક રાજકોટ શહેર ટ્રાફિક કંટ્રોલ રૂમના ફોન નંબર ૯૦૫૪૩૩૫૯૨૫ ઉપર ફોન કરવાથી ટ્રાફિક પોલીસના માણસો તાત્કાલીક ત્યાં પહોચી પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરશે. તેમ એસીપી ક્રાઇમ વી. આર. મલ્હોત્રાએ જણાવ્યું છે.

(1:09 pm IST)