Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

બાળકો દ્વારા દેશભકિત સાથે હૃદયસ્‍પર્શી કૃતિઓ રજુ

રાજકોટઃ જાણીતી સંસ્‍થા વીકેન ગ્રુપ દ્વારા પ્રજાસતાક પર્વની ઉજવણી ટ્રેડ ફેર રેસકોર્ષ ખાતે કરવામાં આવી હતી જેમાં ૩૦૦ બાળકો એક સાથે વંદેમાતરમ ગીત રજુ કરી લોકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. ગ્રુપ દ્વારા આઝાદીકા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત ૯ દિવસના કાર્યક્રમોની થીમ દેશભકિત જ રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયુ છે. પ્રજાસતાક પર્વમાં બહેનો અને બાળકોએ દેશભકિતની થીમ સાથે અલગ-અલગ વિષયો સાથે પોતાની કૃતિઓ રજુ કરી હતી. નિર્ણાયકની ભુમિકામાં બિઝનેશવુમન-ડોલીબેન ટાંક, ડો.ખુશ્‍બુ દેસાણી દવે મીતા વિઠલાણી સાથે રઘુવંશી અલગ અલગ મંડળના પ્રતિનિધિઓ સાથે મામાસઅર્થના ડાયરેકટર ચરનજીત સિંગ, મિદુલ ખંડેલવાલ, જલ્‍પેશભાઇ રાયચુરા, સમીર મહેતા, હરેન્‍દ્રભાઇ જોટંગીયાએ સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. વીકેન ગ્રુપના ટ્રસ્‍ટ ઘનશ્‍યામભાઇ કોટક, ડો.તૃપ્તિ કોટક રાજા, ડો.પીના કોટક, ચેતન પજવાણી, રાજુભાઇ ઠાકર વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શિવાની કોટકે કર્યુ હતું.

(4:08 pm IST)