Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઇન્‍ટર સ્‍કુલ સ્‍પોર્ટસ ચેમ્‍પિયનશીપ

 રાજકોટઃ  સુપેક ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ- અને આર્ચ ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન- વડોદરા દ્વારા હરિપર(પાળ)ની આજુબાજુ ની હરિપર(પાળ), વડ વાજડી, ખીરસરા, ઇશ્વરીયા અને રાતૈયાની શાળાઓમાં ચલાવવામાં આવી રહેલ પ્રોજેકટ અંતર્ગત ં બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે અલગ અલગ  પાંચ શાળાઓ વચ્‍ચે ઇન્‍ટર સ્‍કુલ સ્‍પોર્ટસ ચેમ્‍પિયનશીપ  ઇનોવેટિવ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ માં યોજવામાં આવેલ. જેમાં ધોરણ ૩ થી ૮ ના કુલ ૩૬૪ જેટલા બાળકો માટે અલગ અલગ ૩૦ જેટલી સ્‍પર્ધાઓ રાખવામાં આવેલ. વિજેતા બાળકોને મેડલ્‍સ, સર્ટિફિકેટ તેમજ સ્‍કૂલ ટ્રોફી આપવામાં આવેલ. આ સ્‍પર્ધામાં વડ વાજડી શાળા સર્વાધિક પોઇન્‍ટ્‍સ મેળવી વિજેતા બનતા શ્રી અશ્વિન ભાઈ શાહ (સી. એમ. ડી સૂપેક્‌ ઇન્‍ડસ્‍ટ્રીઝ) નાં હસ્‍તે સ્‍કૂલ ટ્રોફી એનાયત કરવામાં આવી.

 આ સ્‍પર્ધા નો શુભારંભ સુપેક ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લી. ના વાઈસ પ્રેસિડેન્‍ટ નિયતિ શાહ તેમજ આર્ચ ડેવલપમેન્‍ટ ફાઉન્‍ડેશન ના ડાયરેક્‍ટર નિશાંત શાહ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીલ્લા બાળ સુરક્ષા કચેરી માંથી પ્રોટેક્‍શન અદ્યિકારી રોહિત ભાઇ અને લોધીકા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇલા બેન એ હાજરી આપેલ. ઇનોવેટિવ ઇન્‍ટરનેશનલ શાળા ના ટ્રસ્‍ટી  વિવેકભાઇનો સહયોગ મળેલ

(4:33 pm IST)