Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે તા. ૨૯ ઓગસ્ટના રોજ વિવિધ રમતના ખેલાડીઓનુ સન્માન કરાશે

રાજકોટ: મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ''નેશનલ સ્પોર્ટસ ડે'' નિમિત્તે  સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અર્જુન સિંહ રાણાના અધ્યક્ષસ્થાને તા. ૨૯ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે  વિવિધ રમતના ખેલાડીઓનો સન્માન કાર્યક્રમ યોજાશે.  
આ પ્રસંગે મેયર પ્રદિપભાઈ ડવ, સાંસદ રામ ભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ સીનીયર કોચ રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.

(10:04 pm IST)