Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શહેરમાં ચોતરફ ગેરકાયદે લાગેલી ભા.જ.પ.ની ઝંડી ઉતરાવોઃ અતુલ રાજાણી

મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવતાં પૂર્વ વિપક્ષી નેતા

રાજકોટ તા. ર૭: શહેરનાં રાજમાર્ગો-થાંભલાઓ પર ભા.જ.પ.ની જન આર્શિવાદ રેલીની ઝંડીઓ હજુ પણ ગેરકાયદે રીતે લાગેલી છે જે ઉતરાવવા કોંગી આગેવાન અને પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણીએ માંગ ઉઠાવી આ બાબતે મ્યુ. કમિશ્નરશ્રીને પત્ર પાઠવ્યો છે.

આ પત્રમાં જણાવાયું છે કે, રાજકોટ શહેર જેને રંગીલું રાજકોટ કહેવામાં આવે છે ત્યારે તાજેતરના દિવસોમાં કોઇ વેપારીની દુકાનની બહાર પોતાની જાહેરાત માટે કોઇ સામાન્ય ફલેકસ બોર્ડ જે કોઇ વેપારીઓ લગાવે છે કે તુરંત જગ્યા રોકાણ શાખા દ્વારા તે બોર્ડ ઉતારી લઇ જવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં રાજકોટ શહેરમાં લાગેલા ભાજપના ઝંડા પર કેમ કોઇનું ધ્યાન નથી જતું? તંત્રની આ નિતિ અન્યાય છે. હાલ જન્માષ્ટમીનો માહોલ હોય શ્રી કૃષ્ણની યાદમાં સમગ્ર રાજકોટ ભીંજાવા જઇ રહ્યું હોય ત્યારે ભાજપ રાજકોટમાં ચો-તરફ પોતાના ઝંડા લગાવી દીધા છે. શું આ પ્રકારે ઝંડા લગાડવાના કોઇ નિતિ-નિયમો છે? શું આ ઝંડા લગાડવાનો મહાનગરપાલિકાએ કોઇ ચાર્જ વસુલ્યો છે? આ ઝંડા શુ સ્ટ્રીટ લાઇટની વચ્ચે લગાડી શકાય? થોડા સમય પહેલા જન-આશીર્વાદ રેલી યોજાયેલ હોય તેની પૂર્ણ થયા ને પણ આજે ઘણા દિવસો વિતી ચુકયા છે. તેમ છતાં ઝંડા કેમ ઉતારવામાં આવેલ ન હોય શું ભાજપને જન્માષ્ટમીના ધાર્મિક માહોલમાં પણ પોતાની જાહરેાત કરવી છે? તેવા સવાલો ઉઠાવી શ્રી રાજાણીએ તાત્કાલીક વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાવવા માંગ ઉઠાવી છે. 

(4:13 pm IST)