Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો

તહેવારો પર જ સીંગતેલના ભાવો સળગ્યાઃ બે દિ'માં ૨૦ રૂ. વધ્યા

રાજકોટ, તા. ૨૭ :. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા તહેવારો ઉપર જ સીંગતેલના ભાવો સળગી રહ્યા છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો હતો.

સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે સતત બીજા દિ'એ સીંગતેલમાં તેજી જોવા મળી હતી. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૫૪૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૫૫૦ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૪૯૦ રૂ.થી ૨૫૩૦ રૂા હતા તે વધીને ૨૫૦૦થી ૨૫૪૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. બે દિ'માં સીંગતેલ ડબ્બે ૨૦ રૂ.નો ભાવ વધારો થયો છે. સાતમ આઠમના તહેવારો ઉપર જ સીંગતેલના ભાવો સળગી રહ્યા છે.

(4:12 pm IST)