Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શિક્ષણ સમીતીની અંગ્રેજી શાળાઓમાં પ્રવેશ માટે ડ્રો યોજાશેઃ ૭પ જગ્યા માટે ૯૧૦ અરજીઓ આવી

રાજકોટઃ મહાનગર પાલીકા સંચાલીત નગર પ્રાથમીક શિક્ષણ સમીતી સંચાલીત અંગ્રેજી માધ્યમ પ્રાથમીક શાળાઓમાં ૧૦૭૪ ફોર્મ વિતરણ  કરવામાં આવેલ હતા. જેમાંથી ૯૧૦ ફોર્મની અરજીઓ પરત આવેલ હતી. સમગ્ર ચકાસણી બાદ ૮૮૭ માન્ય રાખવામાં આવેલ અને ર૩ અરજીઓ અમાન્ય કરેલ. આવેલ પ્રવેશ અરજી પૈકી ૭પ છાત્રોને ડ્રો પધ્ધતીથી પ્રવેશ આપેલ હતો. આ તકે સમગ્ર રાજકોટના મહાનુભાવો તથા વિશાળ વાલી સમુદાય ઉપસ્થિત રહયો હતો. કાર્યક્રમની શરૂઆત ઉદઘાટક શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના હસ્તે કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં આજરોજ શિક્ષણ સમીતીના ચેરમેન અતુલભાઇ પંડીત, વા. ચેરમેન સંગીતાબેન છાયા, શિક્ષણ સમીતી સદસ્યશ્રી રવિભાઇ ગોહેલ, તેજસભાઇ ત્રિવેદી, કિરીટભાઇ ગોહેલ, ડો.વિજયભાઇ ટોળીયા, ફારૂકભાઇ બાવાણી, ધૈર્યભાઇ પારેખ, શરદભાઇ તલસાણીયા, ડો.પીનાબેન કોટક, કિશોરભાઇ પરમાર, જયંતીલાલ ભાખર, ડો. શશ્વીન દુધરેજીયા, જાગૃતીબેન ભાણવડીયા, એસએનકે ગૃપના કો-ઓર્ડીનેટરશ્રીઓ ઉપસ્થિત રહેલ તેમજ શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમારનાં માર્ગદર્શન હેઠળ યુ.આર.સી. સી.આર.સી., ઓફીસ સ્ટાફ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ.

(4:11 pm IST)