Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાતે મ્યુનિ. કમિશનર : સ્ટાફને વધુ તાલીમબદ્ધ કરાવવા સુચના

રાજકોટ : સમગ્ર ગુજરાતમાં કુલ પાંચ અને એ પૈકી સૌરાષ્ટ્રમાં કાર્યરત એક માત્ર ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે મોરબી રોડ રાજકોટ ખાતે આવેલ જેની આજે તા. ૨૭-૦૮-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી તેમજ ERC ખાતે રહેલ સાધન સામગ્રીની માહિતી મેળવી સાધનોનો ડેમોસ્ટ્રેશન નિહાળ્યો હતો. જયારે પણ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ આવે તેવા સમયે લોકોને બચાવવા અને લોકોના રક્ષણ માટે ERC દરેક બાબતે પ્રતિબધ્ધ છે તેમ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું. આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓએ સ્ટેશન તથા ઇમરજન્સી વાહનો સાધનોની માહિતી મેળવી તેમજ સ્ટાફ પાસે સાધનોનો ડેમોસ્ટ્રેશન કરવી નિહાળ્યો હતો. સ્ટાફ પાસેથી સાધનો અને વાહનો વિશેની જાણકારી પ્રાપ્ત કરી હતી. તમામ સ્ટાફ અને સાધનોનો ઇમરજન્સી સમયે ઉપયોગમાં લઇ લોકોને ઉપયોગી કામગીરી કરી શકાય તે માટે વધુ તાલીમબધ્ધ કરાવવા ચીફ ફાયર ઓફિસરને સુચના આપી હતી.  મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, સિટી એન્જી. ગોસ્વામી, ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર, નાયબ ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા તેમજ ERCના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો.

(4:10 pm IST)