Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સમર્પણ યંગ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ભેટ : જીવન જરૂરી ચીજોનું વિતરણ

રાજકોટ : સમર્પણ યંગ ગ્રુપ સંત કબીર રોડ દ્વારા આજે જરૂરિયાતમંદોને તેલ, ચણાનો લોટ, મમરા, પૌઆ વગેરેનું માત્ર ૧૦ના દરે વિતરણ કરાયેલ અગાઉથી સર્વે કરી યોગ્યતા ધરાવતા સામાકાંઠા વિસ્તારના ૨૫૦ પરિવારોને ઘરે બેઠા સામગ્રી પહોંચાડવાામાં આવેલ. વિતરણ પૂર્વે યોજાયેલ પ્રતિકાત્મક વિતરણ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, કોર્પોરેટરો નયનાબેન પેઢડિયા, પરેશ પીપલિયા, ભાવેશ દેપરિયા વગેરે ઉપસ્થિત રહેલ. આયોજનમાં દાતાઓનો સહયોગ મળેલ. આયોજનને સફળ બનાવવા પ્રમુખ વિનોદ ચોટલિયા, મંત્રી કિશોર રાઘવાણી, સંગઠન મંત્રી ગોપાલ ફીચડિયા, ખજાનચી ભરત મોજીકા સભ્યો દિનેશ રાઠોડ, કૃણાલ સંચણિયા, વિનોદ માલકિયા, સમીર કામદાર, હીરમ ચોટલિયા,યોગેશ ચોટલિયા, દીપ ચોટલીયા, માધવ ચોટલિયા, ભાવિન ચોટલિયા, ઉતમ સીણોજીયા, ચેતન ઉધાડ, વિવેક રાઘવાણી, ધીરજ સાપરિયા, કિશોર રામાણી, નિલેશ લીંબાસીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(4:09 pm IST)