Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મચ્છરનો ઉપાડો : સપ્તાહમાં ડેન્ગ્યુ-મેલેરીયાના ૧૦ કેસ : તંત્ર ઘાંઘુ

મેલેરીયા શાખા દ્વારા ફોંગીગ, પોરાનાશક સહિતની કાર્યવાહી : મચ્છર ઉત્પતી સબબ ૧૧૦૧ સ્થળોને નોટીસ : ર૪ હજારનો દંડ

રાજકોટ, તા. ર૭ :  શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા એક સપ્તાહમાં ડેન્ગ્યુ, મેલેરીયાના ૧૦ કેસ નોંધાતા તંત્ર ધંધે લાગ્યું છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૬ ની તા. રર સુધીમાં ડેન્ગ્યુના ૭ તથા  મેલેરીયાના ૩ કેસ સહિત કુલ ૧૦ કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૩ર, મેલેરીયાના ર૦ તથા ચિકન ગુનિયાનાં ૧ કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરીયા  દ્વારા આ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફોગીંગ કરેલા ઘરોની સંખ્યા-૨૫૨૭, મુલાકાત કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખી પોરાનાશક કામગીરી કરેલ ઘરોની સંખ્યા-૬૨૫૦૫, મચ્છર ઉત્પતિ સબબ આપેલ નોટીસની સંખ્યા-૧૧૦૧, મચ્છર ઉત્પતિ સબબ વસુલ કરેલ વહિવટી ચાર્જ -૨૪૮૫૦, તપાસેલ અન્ય પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)-૭૦૨, દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લીઘેલ ખાડા / ખાબોચીયાની સંખ્યા-૧૦૫, આરોગ્ય શિક્ષણ આપેલ શાળાઓની સંખ્યા -૯૭, લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો તથા તેના અટકાયતી ૫ગલા વિશે સમજ મળી રહે તે માટે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઇ પાવરપ્રોઇન્ટ પ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવેલ જેમાં વિમલનગર, સાંઇબાબા પાર્ક, શનેશ્વર પાર્ક, પ્રણામી પાર્ક, આર્યલેન્ડ રેસીડેન્સીમાં આ કાર્યક્રમ કરવામાં આવેલ.

(4:09 pm IST)