Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

૩જી સપ્ટેમ્બરે આજીડેમમાં નર્મદા નીરની પધરામણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજકોટને જન્માષ્ટમીની ભેટ : ૧ સપ્ટેમ્બરથી સૌથી યોજના થકી રાજકોટ તરફ પાણી રવાના થશે : ૩જી એ મધરાતે આજીડેમે પહોંચશેઃ સંભવિત જળ કટોકટી ટાળવા નર્મદાનીરથી ડેમ ભરાશે : મેયર સહિતનાં પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ,તા. ૨૭ : શહેરનાં પાણી વિતરણના આધાર સ્તંભ સમા આજી-૧ ડેમમાં આગામી ૩ જી સપ્ટેમ્બરથી નર્મદાનીર ઠાલવવાનું શરૂ થશે.

વરસાદ ખેંચાતા આજી -૧ ડેમમાં નર્મદાનીર ઠાલવી. સંભવીત જળ કટોકટી ટાળવા મેયર પ્રદિણ ડવે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને પત્ર પાઠવ્યો હતો. જે અનુસંધાને ૧ સપ્ટેમ્બરથી રાજકોટને સૌની યોજનાની લીંક -૩ મારફત નર્મદાનીર આપવાનું શરૂ થશે. જે ૩ જી સપ્ટેમ્બર મધરાત્રે આજીડેમે પહોંચશે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ એક યાદીમાં જણાવે છે કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન સંતોષકારક વરસાદ આવેલ નથી. તેમજ હાલમાં પણ વરસાદ ખેંચાયેલ છે. વરસાદ ખેંચતા સ્થાનિક જળાશય આજી/ન્યારી ડેમમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી ડેમમાં ઠાલવવા માંગણી કરવામાં આવેલ આ બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા રજુઆત કરવા આવેલ.  જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા રાજકોટ શહેરને દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ થઇ શકે તે માટે સૌની યોજના મારફત નર્મદાના નીર ડેમમાં ઠાલવવાની નિર્ણય કરેલ છે. આ નિર્ણયથી આજીડેમમાં નર્મદા મૈયાની પધરામણી થશે આમ,મુખ્યમંત્રીશ્રીએ શહેરીજનોને જન્માષ્ટમીની ભેટ આપેલ છે. 

(4:07 pm IST)